દિલ્હી હાઇકોર્ટના આદેશથી 54 રાષ્ટ્રીય ખેલ સંઘોની માન્યતા રદ

દિલ્હી હાઇકોર્ટના આદેશથી 54 રાષ્ટ્રીય ખેલ સંઘોની માન્યતા રદ
નવી દિલ્હી તા.28: ખેલ મંત્રાલયે દિલ્હી હાઇકોર્ટના નિર્દેશ પર પ4 રાષ્ટ્રીય ખેલ મહાસંઘોને આપેલી અસ્થાયી માન્યતા પાછી લઇ લીધી છે. આથી અખિલ ભારતીય ખેલ પરિષદના અધ્યક્ષ વીકે મલ્હોત્રાએ ખેલ મંત્રી કિરણ રિજજુને પત્ર લખીને વિનંતી કરી છે કે હાલ ખેલ જગત કોવિડ-19ની મહામારીથી સંઘર્ષ કરી રહ્યંy છે અને આવતા વર્ષે ટોકિયો ઓલિમ્પિક છે. આ પગલાંથી ઓલિમ્પિકની તૈયારીને માઠી અસર થશે. તેમણે એમ કહ્યંy કે જે પ4 રાષ્ટ્રીય ખેલ સંધોને માન્યતા ખેલ મંત્રાલયે વાપસ લીધી છે તેમની માન્યતા ભારતીય ઓલિમ્પિક સંઘ અને ઇન્ટરનેશનલ ફેડરેશનોએ માન્યતા પાછી લીધી નથી. માન્યતા રદ થવાથી ખેલાડીઓની તાલીમને પણ અસર પડશે કારણ કે જે ખેલ સંઘના માન્યતા રદ થઇ છે તેમને સરકારી ફંડ મળશે નહી અને સાઇના સેન્ટરમાં પ્રવેશની અનુમતિ મળશે નહીં. મલ્હોત્રાએ કોર્ટના આદેશને ઉચ્ચ ન્યાયાલયમાં પડકારવાની ખેલ મંત્રીને અપીલ કરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer