પરિસ્થિતિ આગળ પણ કાબૂમાં રહે તે માટે હવે લોકો સાવચેત રહે : કલેક્ટર

પરિસ્થિતિ આગળ પણ કાબૂમાં રહે તે માટે હવે લોકો સાવચેત રહે : કલેક્ટર
રાજકોટ, તા.1 : કોરોના મહામારી સામે લડવા સાથે આર્થિક બાબતોને ધ્યાને લઈને સરકારે લોડાઉન હટાવીને અમલમાં મુકેલા અનલોક-1 સંદર્ભે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, મ્યુનિસીપલ કમીશનર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં અનલોકમાં કોરોનાના ચેપ વધશે કે ઘટશેના જવાબમાં તમામ તંત્રનો એક જ સૂર હતો કે, સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહેશે તો જ કોરોનાનું સંક્રમણ નહી ફેલાય. આ સાથે કલેક્ટરે જણાવ્યું હતુ કે, રાજકોટમાં અત્યાર સુધીમાં લોકોના સહયોગથી પરિસ્થિતિ કાબુમાં રહી છે. પરંતુ અનલોક-1માં લોકો સાવચેત રહે, કારણ વગર બહાર ન નીકળે અને માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ, સેનેટાઇઝનો અચુક અમલ કરે તે જરૂરી છે. સ્પોર્ટસ કોમ્પ્લેકસ- સ્ટેડીયમમાં ક્રિકેટ- હોકી-ફુટબોલ કે અન્ય રમતના ખેલાડીઓની પ્રેકટીશ અંગે ખાસ એસઓપી બહાર પડાશે. મનપા દ્વારા જાહેર કરાયેલા અને જાહેર થનારા કન્ટેનમેન્ટ અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 7થી સાંજના 7 સુધી માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer