નીલવડા ગામે પત્નીની હત્યા કર્યા બાદ વિષપાન કરનાર હત્યારા પતિનું મૃત્યુ

બાબરા, તા.1 : બાબરા તાબેના નીલવડા ગામે  સીમ વિસ્તારમાં રહેતા ઘુઘા વેલા સાકરીયા નામના કોળી પ્રૌઢે તેની પત્ની વિનતુબેનની દારૂ પીવાના પૈસાની બાબતે ઝઘડો કરી કોદાળીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. બાદમાં અફસોસ થતા ઘુઘા કોળીએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવારમાં રહેલા ઘુઘા વેલા સાકરીયા નામના કોળી પ્રૌઢનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં ઘુઘા કોળીને દારૂ પીવાની આદત હોઇ પત્ની વિનતુબેન પાસે પૈસા માગ્યા હતા. પરંતુ પત્નીએ ના પાડતા ઉશ્કેરાયેલા ઘુઘાએ કોદાળીના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યા બાદ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવના પગલે ત્રણ સંતાનોએ માતા-િપતાની છત્રછાયા ગુમાવતા કોળી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer