જેતપુરમાં સગીરાને છરી બતાવી દુષ્કર્મ આચરનાર શખસ સામે નોંધાતો ગુનો


જેતપુર, તા.1 : જેતપુરમાં તાજેતરમાં જ સગીર વયની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ પાંચ શખસોએ ગેંગરેપ આચર્યાનો કિસ્સો પોલીસમાં નોંધાયો હતે ત્યાંજ જેતપુરમાં ઝુંપડામાં રહેતા મજુર પરિવારની સગીર વયની પુત્રી પર છરીની અણીએ દુષ્કર્મ આચરનાર શખસને ટપારતા સગીરાના માતા-િપતા પર બે  શખસોએ હુમલો કર્યે હતો. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. આ બનાવ અંગેની વિગત એવી છે કે, જુનાગઢ રોડ પર ઝુંપડામાં રહેતા મજુર પરિવારની સગીર વયની પુત્રી પર બાજુમાં ઝુંપડામાં રહેતા બદુ હકુ વાઘેલા નામના શખસે ત્રણ માસ પહેલા છરી બતાવી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાએ તેના પરિવારને જાણ કરતા માતા-િપતા અને સગીરા બદુ વાઘેલાને સમજાવવા ગયા હતા ત્યારે બદુ તથા તેના ભાઈ બાવએ ઝઘડો કરી પાઈપથી ત્રણેય પર હુમલો કર્યો હતો અને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી બન્ને ભાઈઓ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. તેમજ સગીરાની માતાની ફરિયાદ પરથી દુષ્કર્મ આચરનાર બદુ હકુ વાઘેલા વિરુધ્ધ દુષ્કર્મ અને પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer