જામનગરમાં પ્રથમ દિવસે 225 પરમીટધારકોએ દારૂનો જથ્થો મેળવ્યો


જામનગર, તા.01: શહેરની બે ખાનગી હોટલમાં બે સ્થળે વાઇનશોપ છે. 3000થી વધુ પરમીટ ધારકો છે  આજથી વેંચાણ શરૂ થતાં પ્રથમ દિવસે જ 225 પરમીટ ધારકો વાઇનનો જથ્થો ખરીદવા માટે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હેલ્થ પરમીટ ધારકોને યુનિટ પ્રમાણે દર મહિને નિયત કરવામાં આવેલો ક્વોટા મળે છે. જેમાં લોકડાઉનના કારણે બે મહિના સુધી વાઈન શોપ ખુલ્યા નહીં હોવાથી હેલ્થ પરમીટ ધારકોને પોતાનો બે મહિનાનો ક્વોટા ગુમાવવો પડશે.
મોરબીમાં જથ્થાબંધ વેપારીની પેઢી ઉપર ઋજઝના દરોડા
મોરબી, તા.1: (ફૂલછાબ ન્યુઝ)  મોરબીના નવાડેલા રોડ પર આવેલ હોલસેલ એજન્સીની ઓફિસ  તેમજ ગોડાઉનમાં જીએસટી ટીમે દરોડા કર્યા હતા અને સાહિત્ય કબજે લઇને ટીમ રવાના થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે જીએસટી ટીમ મોરબી ત્રાટકી હતી. જીએસટી ટીમ દ્વારા મોરબીના નવાડેલા રોડ પરની કમલેશ એજન્સીમાં દરોડા કર્યા હતા નવાડેલા રોડ પરની કમલેશ એજન્સીની ઓફિસ ઉપરાંત સુધારાવાળી શેરીમાં આવેલ ગોડાઉનમાં પણ ટીમે ચેકિંગ કર્યુ હતું અને એજન્સીનું સાહિત્ય કબજે લઇને ટીમ રવાના થઇ છે તો જીએસટી ટીમની કાર્યવાહીને પગલે હોલસેલ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer