14 પાકના ટેકાના ભાવમાં મોટો વધારો

14 પાકના ટેકાના ભાવમાં મોટો વધારો

 
કેબિનેટના નિર્ણયો  મંદ પડેલા અર્થતંત્ર માટે એક્શન પ્લાન ા ખેડૂતો, ખજખઊ માટે મહત્ત્વના એલાન
 
નવી દિલ્હી, તા. 1 : કોરોના લોકડાઉનના કારણે બંધ પડેલી અર્થવ્યવસ્થાને ધીરે ધીરે ખોલવાના પ્રયાસ શરૂ થયા બાદ સરકારની કોશિષ અર્થતંત્રને ફરી પાટે ચડાવવાની છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં એમએસએમઅઈને નવેસરથી પરિભાષિત કરવામાં આવ્યું હતું અને ફેરીયા-સ્ટ્રીટ વેન્ડર્સ માટે 10 હજાર રૂપિયાની લોનની જાહેરાત        કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોનું પણ ખાસ ધ્યાન રાખીને 14 પાકના ટેકાના ભાવમાં 50થી 83 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો અને 3 લાખ સુધીની લોનની ચુકવણીની તીથિ 31 ઓગષ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કેબિનેટમાં થયો હતો. કોરોના સંકટમાં ફસાયેલા એમએસએમઈ સેક્ટર માટે 20 હજાર કરોડના ઈક્વિટી રોકાણની સહાયને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે 50,000 કરોડનું રોકાણ એફઓએફ (ફંડ ઓફ ફંડ્સ) મારફતે કરવામાં આવશે. એમએસએમઈને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે.  તેવામાં એક રીતે સરકારની ઘોષણાઓની 66 કરોડ લોકોને ફાયદો થશે. જેમાંથી 55 કરોડ ખેતિ ઉપર નિર્ભર છે. જ્યારે 11 કરોડ લોકો એવા છે જે એમએસએમઈ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, પ્રકાશ જાવડેકર અને નરેન્દ્ર તોમરે નિર્ણયો જાહેર કર્યા હતા.
 
MSMEને પરિભાષા સંશોધિત
કેબિનેટ બેઠકમાં આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ ઘોષણાઓ માટે રોડમેપ તૈયાર કરવામા આવ્યો છે. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, સરકારની ઘોષણાઓથી એમએસએમઈ ક્ષેત્રમાં રોકાણ આવશે અને નોકરીઓ પેદા થશે. સંકટમાં ફસાયેલા એમએસએમઈને 20,000 કરોડની સહાયની જોગવાઈ બહાલ થઈ છે. જેનાથી બે લાખ સંકટમાં ફસાયેલા એમએસએમઈને ફાયદો થશે. જ્યારે એફઓએફ (ફંડ ઓફ ફંડ્સ) મારફતે 50,000 કરોડના રોકાણથી એમએસએમઈને સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ થવાની તક મળશે.  એમએસએમઈની પરિભાષાને ભારત સરકાર દ્વારા સંશોધિત કરવામાં આવી છે. નવી વ્યાખ્યામાં એક કરોડ સુધીનું રોકાણ અને પાંચ કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા એકમને સુક્ષ્મ, 10 કરોડના રોકાણ અને 50 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા એકમને નાના અને 50 કરોડ રોકાણ તેમજ 250 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા એકમને મધ્યમની શ્રેણીમાં ગણવામાં આવશે.  સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે, નિકાસમાં એમએસએમઈને કોઈપણ ટર્નઓવરમાં ગણવામાં આવશે નહી.ભલે તે સૂક્ષ્મ, લઘુ કે મધ્યમ હોય.
 
 
સ્ટ્રીટ વેન્ડર્સને લોનની સોગાત
યૂનિયન કેબિનેટે સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક વિશેષ ઋણ યોજનાની પણ ઘોષણા થઈ હતી. જેનાથી પાથરણાવાળા, ફેરિયા, નાના દુકાનદારો, રસ્તા ઉપર માલ વેંચતા લોકોની ક્ષમતા વધશે અને કામ ચાલશે. આ યોજના  લાંબો સમય ચાલશે. જેનાથી 50 લાખ લોકોને ફાયદો મળશે. આ યોજના હેઠળ લોકોને 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે જેને માસિક હપ્તામાં એક વર્ષમાં પરત કરી શકાશે. સમયે ચુકવણી ઉપર 7 ટકા વાર્ષિક વ્યાજ સબસિડીના રૂપમાં લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે. જાવડેકરે જાહેરાતમાં સ્પષ્ટતા કરી હતી કે આ યોજનામાં દંડની કોઈ જોગવાઈ નથી. બેન્ક અને સ્વયં સહાયતા સમૂહોની પણ જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેથી જરૂરિયાતમંદ લોકોને ફાયદો મળી શકે અને તેમાં પારદર્શકતા માટે પોર્ટલ અને મોબાઈલ એપ પણ તૈયાર કરવામાં આવી છે.
 
 
14 પાકના ટેકાના ભાવમાં વધારો
મોદી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે પણ મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા જેનો ફાયદો દેશના કરોડો ખેડૂતોને થશે. પ્રેસ કોન્ફરન્સ બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, સરકારે ખેડૂતોને આર્થિક રૂપે મજબુત કરવા માટે  14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ 50થી 80 ટકા સુધી વધારવાનો નિર્ણય લીધો છે.  2020-21 માટે હવે ડાંગરના ટેકાના ભાવ વધીને 1868 રૂપિયા પ્રતિક્વિન્ટલ થયા છે.જવના 2620 રૂપિયા, બાજરાના 2150 રૂપિયા પ્રતિક્વિન્ટલ થયા છે. આ ઉપરાંત મગ, મગફળી, સોયાબિન, તલ અને કપાસના ટેકાના ભાવમાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ખેતી અને તેના સંબંધિત કામ માટે ત્રણ લાખની ટુંકાગાળાની લોનની ચુકવણીની તીથિ 31 ઓગષ્ટ 2020 સુધી લંબાવવામાં આવી છે. સાથે વ્યાજ છૂટ યોજના હેઠળ 31 ઓગષ્ટ સુધી જો ખેડૂત પોતાની ઋણની ચુકવણી કરશે તો તેને 4 ટકા વ્યાજે જ કરજ મળશે.
 
MSME માટે વન સ્ટેપ સોલ્યુશન જેવું ચેમ્પિયન પ્લેટફોર્મ લોન્ચ કરતાં મોદી
નવીદિલ્હી, તા.1: કોરોના સંકટનાં કારણે સર્જાયેલી આર્થિક આફતમાંથી દેશનાં અર્થતંત્રને ફરીથી પાટે ચડાવવા માટે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગો (એમએસએમઈ)ને મજબૂત બનાવ્યા વિના સંભવ નથી. આ ક્ષેત્રને ધબકતું કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચેમ્પિયન (ક્રિએશન એન્ડ હાર્મોનિયસ એપ્લિકેશન ઓફ મોડર્ન પ્રોસેસ ફોર ઈક્રીઝિંગ ધ આઉટપુટ એન્ડ નેશનલ સ્ટ્રેન્થ) પ્લેટફોર્મને લોન્ચ કર્યુ છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી સાથે એમએસએમઈ મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત હતાં. આ પોર્ટલ પોતાનાં નામને સાર્થક કરતાં નાના એકમોને ચેમ્પિયન બનવામાં સહાયક થશે. આ પ્લેટફોર્મને (જુઓ પાનું 8)
એમએસએમઈ માટે વન સ્ટેપ સોલ્યુશન માનવામાં આવે છે. તેને ભારત સરકારની મુખ્ય કેન્દ્રીકૃત લોક ફરિયાદ નિવારણ અને નિરીક્ષણ પ્રણાલી સાથે જોડવામાં આવ્યું છે, જેથી તેમની ફરિયાદોનો ઝડપી નિકાલ આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer