કોહલી દબાણમાં વધુ શાનદાર: સ્મિથ

કોહલી દબાણમાં વધુ શાનદાર: સ્મિથ

મુંબઈ, તા.1: વિરાટ કોહલી અને સ્ટિવન સ્મિથની વારંવાર તુલના થતી આવી છે. બન્નેમાંથી ચડિયતો બેટધર કોણ ? તે વિશે સતત ચર્ચા ચાલતી હોય છે. હવે ખુદ સ્ટિવન સ્મિથે એક મુલાકાતમાં કહ્યંy છે કે દબાણમાં વિરાટ કોહલી શ્રેષ્ઠ છે. આ તકે સ્મિથે કોહલીની બેટિંગની ભારોભાર પ્રશંસા કરી હતી.
સ્મિથે જણાવ્યું કે વન ડે ક્રિકેટમાં લક્ષ્યનો પીછો કરતી વખતે અને જીત અપાવતી વખતે તમે કોહલીની એવરેજ જુઓ. તે દબાણમાં વધુ શાનદાર દેખાવ કરે છે. તે લક્ષ્યને અંજામ આપે છે. હું કોહલીને ઘણો પસંદ કરું છું. તે શાનદાર ખેલાડી છે. તેની અંદર ક્રિકેટનું ઝનૂન છે. સમય સાથે તેનું શરીર બદલાયું છે. હવે તે વધુ ફિટ અને તાકાતવર ખેલાડી છે. સ્મિથે એમ પણ કહ્યંy કે દડા પર લારના પ્રતિબંધથી મને બેટધર તરીકે કોઇ ફરક પડતો નથી, પણ મારું માનવું છે કે બોલરોને નુકસાન થશે. આથી તેનો વિકલ્પ શોધવો પડશે. અન્યથા બોલરોને પીચમાંથી મદદ મળશે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer