સ્મિથ અને વોર્નર સહિતના ટોચના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પ્રેકટીસ શરૂ કરી

સ્મિથ અને વોર્નર સહિતના ટોચના ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ પ્રેકટીસ શરૂ કરી

સિડની, તા.1 : ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રિકેટરોએ સોમવારે સિડની ઓલિમ્પિક પાર્કમાં પ્રેકટીસ શરૂ કરી દીધી છે. જેમાં સ્ટીવન સ્મિથ, ડેવિડ વોર્નર અને મિશેલ સ્ટાર્ક સહિતના ખેલાડીઓએ પરસેવો પાડયો હતો. આ મોકા પર ટીમના મુખ્ય બેટસમેન સ્ટીવન સ્મિથે કહ્યંy કે બે મહિના સુધી બેટથી દૂર રહ્યા દરમિયાન શારીરિક અને માનસિક ફિટનેસ પર ધ્યાન આપ્યું. જેથી પાછલા કેટલાક વર્ષોની તુલનામાં ફિટનેસના સર્વશ્રેષ્ઠ સ્તર પર છું. ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ની મહામારીની બહુ અસર નથી. અહીં અત્યાર સુધીમાં 7000 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સ્મિથે વધુમાં જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન મેં ઘણી રનીંગ કરી, ઘરના જિમમાં ઘણો પરસેવો પાડયો. પાછલા બે મહિનાથી સખત મહેનત કરી રહ્યો છું. આજે અભ્યાસ સત્ર દરમિયાન સ્મિથે સઘન બેટિંગ પ્રેકટીસ કરી હતી. તેણે કહયું નેટમાં હું  મેચની જેમ બેટિંગ કરતો હતો. ઓસ્ટ્રેલિયાએ તેમની નવી ક્રિકેટ સિઝનની જાહેરાત કરી દીધી છે. જેનો આરંભ 9 ઓગસ્ટથી થવાનો છે.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer