રાષ્ટ્રીય શિબિર આયોજિત કરવા પર BCCIની યોજના

રાષ્ટ્રીય શિબિર આયોજિત કરવા પર BCCIની યોજના

જો કે સમય સીમા નક્કી ન હોવાનું જણાવતા ખજાનચી ધૂમલ
નવી દિલ્હી, તા.1: બીસીસીઆઇના ખજાનચી અરૂણ ધૂમલે આજે કહ્યંy છે કે ક્રિકેટ ઓપરેશન કમિટિ અને નેશનલ ક્રિકેટ એકેડેમી દ્વારા ટોચના ક્રિકેટરો માટે અભ્યાસ શિબિર પર યોજના પર કામ થઇ રહ્યંy છે. જો કે આ માટે કોઇ સમય સીમા નક્કી કરાઇ નથી. ભારતમાં કોરોના વાઇરસની મહામારી હજુ કાબુમાં આવી નથી. આથી બીસીસીઆઇ દ્વારા ફરી ક્રિકેટની ગતિવિધિ કયારે શરૂ થશે તે પણ નક્કી નથી.
જે બારામાં બીસીસીઆઇના ખજાનચી ધૂમલે કહ્યંy કે રાષ્ટ્રીય શિબિર શરૂ કરવા યોજના બની રહી છે. બન્ને કમિટિ તેની સંભાવના પર કામ કરી રહી છે. અલગ અલગ રાજ્યમાં લોકડાઉન સાથે જુદા જુદા દીશા-નિર્દેશ છે. આથી અમારે અનુસાર નિર્ણય લેવા પડશે. જ્યાં સુધી પૂરી ટીમ સાથે ન આવી શકે ત્યાં સુધી કઇ રીતે શિબિર શરૂ કરવી તે નક્કી કરવામાં આવી રહ્યુ છે. ઇંગ્લેન્ડના ક્રિકેટરો ટૂકડામાં પ્રેકટીસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પણ આવું જ છે. આથી અમારે પણ લગભગ આ યોજના લાગૂ કરવી પડશે. ધૂમલ કહે છે કે અમે સુરક્ષિત સ્થળની શોધમાં છીએ. હજુ એ કહી શકાય નહીં કે ખેલાડીઓ એક સાથે કયારે ભેગા થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer