11 આંકડાનો થશે મોબાઈલ નંબર !

11 આંકડાનો થશે મોબાઈલ નંબર !
‘ટ્રાઈ’એ કરી અનેક ભલામણ : ડોંગલનો નંબર પણ 13 આંકડાનો થશે
નવી દિલ્હી તા. 29: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ફિક્ષ્ડ લાઈન્સ અને મોબાઈલ સેવાઓ માટે પર્યાપ્ત ક્રમાંક સ્રોતો અંકે કરવા અંગે કરેલી ભલામણો આજે જારી થઈ છે. તેમાં દેશમાં અગિયાર આંક લાંબા મોબાઈલ નંબરની ભલામણ કરી છે. એવી જ રીતે ડોંગલ્સ માટે હાલ વપરાતા મોબાઈલ નંબરો દસ આંકમાંથી વધારી તેર આંકના કરવાની ય ટ્રાઈએ ભલામણ કરી છે.
ટ્રાઈના મતે હાલના દસ આંકના મોબાઈલ નંબરના સ્થાને 11 અંાકવાળા નંબરથી દેશમાં વધુ નંબરો ઉપલબ્ધ થઈ શકશે.
મોબાઈલ નંબરનો પ્રથમ ડિજિટ (આંક) 9  રાખવા સાથે દસમાંથી અગિયાર અંાકમાં તબદિલ થવાથી કુલ દસ અબજ નંબરોની ક્ષમતા મળશે. 70 ટકા વપરાશ (યુટીલાઈઝેશન) બાદ ફાળવણી કરવાની હાલની નીતિ ધરાવવા સાથે, ભારત સાત અબજ કનેકશન્સ ધરાવતું થાય ત્યાં સુધી પર્યાપ્ત થઈ રહે, એમ ટ્રાઈએ ભલામણમાં લખ્યું છે.
ફિક્ષ્ડ લાઈન ફોનમાંથી પૂર્વગ -પ્રીફિક્ષ-તરીકે ‘0’ (શૂન્ય) લગાડયા વિના મોબાઈલ ફોનમાં વાત કરી શકાય છે તેનાથી ફિક્ષ્ડ નેટવર્ક (સ્થાનિક કોલ્સ માટે) પ્રથમ ડિજિટ તરીકે વપરાતા કોઈપણ ડિજિટ, મોબાઈલ નંબર માટે વાપરી ન શકાવાના કારણે મર્યાદા આવી જાય છે. તે જોતાં, ફિક્ષ્ડ લાઈન કનેકશનમાંથી કોલ કરતી વેળા મોબાઈલ નંબરના મોખરે સફિક્ષ તરીકે શૂન્ય વાપરવાની ભલામણ ટ્રાઈએ કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer