દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત કરવા અંગે સુપ્રીમમાં થશે સુનાવણી

દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત કરવા અંગે સુપ્રીમમાં થશે સુનાવણી
બે જૂનના રોજ CJIની અધ્યક્ષતાની ખંડપીઠ સમક્ષ અરજી મુકાશે
નવી દિલ્હી, તા. 29 : કેન્દ્ર સરકારને સંવિધાન સંશોધન લાવીને ઈન્ડિયાની જગ્યાએ ભારત કે હિન્દૂસ્તાન કરવાનો નિર્દેશ આપવાની માગણી કરતી અરજી ઉપર આગામી 2 જૂનના રોજ  સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવશે. અરજકર્તાના કહેવા પ્રમાણે ભારત કે હિન્દુસ્તાન કરવાથી લોકોમાં રાષ્ટ્રીયતા ઉપર ગર્વનો અનુભવ વધશે. અરજી મારફતે કેન્દ્ર સરકારને સંવિધાનના અનુચ્છેદ 1ને સંશોધિત કરવાનો નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી છે. આ અનુચ્છેદ દેશના નામ અને વિસ્તારને  પરિભાષિત કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પરિભાષામાં દેશના નામની જગ્યાએ ઈન્ડિયા હટાવીને ભારત કે હિન્દુસ્તાન કરવામાં આવે.
દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજીની સુનાવણી માટે શુક્રવારે લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જો કે મુખ્ય ન્યાયાધિશ એસએ બોબડેની ગેરહાજરીના કારણે અરજીને સુનાવણીની યાદીમાંથી દુર કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ઉપર આપવામાં આવેલી જાણકારી મુજબ હવે અરજી ઉપર બે જૂનના રોજ સીજેઆઈની અધ્યક્ષતાની ખંડપીઠ સામે સુનાવણી માટે પ્રસ્તુત કરવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer