અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના બે સાગરીતો ઝડપાયા : રૂ.70 લાખની રોકડ કબજે

અમદાવાદ, તા.ર9 : વલસાડના ચાંદોદ વાપી સેલવાસ રોડ પર આવેલી ઈન્ડિયા ઈનફોલાઈન ફાયનાન્સ લી. કંપનીમાં ગત જાનયુઆરી માસમાં કંપનીના કર્મચારીઓને રીવોલ્વર અને છરા બતાવીને બંધક બનાવી ધમકાવીને સ્ટ્રોંગ રૂમનો દરવાજો ખોલાવીને રૂ.7 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી. આ પ્રકરણમાં એટીએસએ ઝંપલાવ્યું હતું અને લુટારુઓની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન એટીએસના સ્ટાફે બે દિવસ પહેલા અમદાવાદ વત્રાલમાંથી છોટા રાજન ગેંગના સાગરીત હરેશ ગૌસ્વામીને ઝડપી લીધો હતો. દરમિયાન એટીએસના સ્ટાફે છોટા રાજન ગેંગના સાગરીત સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્નાને કર્ણાટકથી અને ર્મંબઈ નાલાસોપારામાંથી સરબત બેગ ઉર્ફે કાળુ હમામને ઝડપી લીધા હતા અને રૂ.70 લાખની રોકડ કબજે કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના ઉપર હત્યા-લૂંટ સહિતના અનેક ગુના નોંધાયેલા છે તેમજ કાલુ હમામ વિરુધ્ધ પણ ધારાસભ્યની હત્યા- લૂંટ-મારામારી સહિતના ડઝનેક ગુના નોંધાયેલા છે. કાલુ હમામે દાઉદ ગેંગના કહેવાથી 1993માં ધારાસભ્ય પ્રેમકુમાર શર્માની હત્યા કરી હતી. એટીએસના સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer