વડોદરામાં પત્નીની છેડતીની ફરિયાદ કરનારની હત્યા

વડોદરા, તા,29 :  આજવા રોડ ઉપર રહેતાં સુજલ ઉર્ફ ચકો ભાઇલાલભાઇ પરમાર(ઉં.34)ની  40 ક્વાટર્સના રહેવાસી રાહુલ વસાવાએ ચાર માસ પૂર્વે છડતી કરી હતી. તે સમયે સુજલ અને રાહુલ વચ્ચે ઝઘડો થયો હતો. તે ઝઘડામાં રાહુલના અન્ય ત્રણ મિત્રોએ પણ સુજલને માર માર્યો હતો. જે અંગે સુજલ પરમારે બાપોદ પોલીસ મથકમાં અરજી આપી હતી. આ અરજી પરત ખેંચવા માટે બે દિવસ પૂર્વે સુજલ ઉર્ફે ચકા પરમારને રાહુલ કમલેશ વસાવા અને તેના 40 ક્વાટર્સમાં જ રહેતા ત્રણ મિત્ર દિપક ઉર્ફે ફંટીયો પવાર, પપ્પુ પવાર, મનિષ કમલેશ વસાવાએ જે.પી. નગર વુડાના મકાન પાસે બોલાવ્યો હતો. અને સુજલ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. સુજલને ઉપર હુમલો થયો હોવાની જાણ પત્ની મીના અને ભાઇ તથા પરિવારજનોને થતાં સ્થળ પર દોડી ગયા હતા. અને લોહીલુહાણ થઇ ગયેલા સુજલને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer