ફોક્સ ક્રિકેટની 2025ની ભવિષ્યની ટેસ્ટ ઇલેવનમાં : પૃથ્વી અને શુભમનને સ્થાન

ફોક્સ ક્રિકેટની 2025ની ભવિષ્યની ટેસ્ટ ઇલેવનમાં : પૃથ્વી અને શુભમનને સ્થાન

નવી દિલ્હી, તા.29: કોરોના વાઇરસની મહામારીને લીધે દુનિયાભરમાં લોકડાઉનની સ્થિતિ છે. આથી અન્ય રમતોની જેમ ક્રિકેટની ગતિવિધિ પણ ઠપ છે. આવા સમયે ભૂતપૂર્વ ખેલાડીઓ અને કેટલીક સ્પોર્ટસ વેબસાઇટો તેમની પસંદની વિશ્વ ઇલેવન જાહેર કરી રહયા છે. કડીમાં હવે ફોક્સ ક્રિકેટે નવો પ્રયોગ કર્યોં છે. તેણે વર્ષ 202પની બેસ્ટ વર્લ્ડ ઇલેવનની ભવિષ્યવાણી કરી છે. ફોક્સ ક્રિકેટની ભવિષ્યની ઇલેવનમાં ભારતીય ક્રિકેટના બે મોટા નામ કપ્તાન વિરાટ કોહલી અને રોહિત શર્મા સામેલ નથી. ડેવિડ વોર્નર અને કેન વિલિયમ્સનને પણ સ્થાન અપાયું નથી. જો કે સ્ટીવન સ્મિથ ભવિષ્યની ટીમમાં સામલે છે.

ફોક્સ ક્રિકેટે 202પની બેસ્ટ ટેસ્ટ ટીમમાં ઓપનર તરીકે ભારતના બે ખેલાડી પૃથ્વી શો અને શુભમન ગિલને પસંદ કર્યાં છે. બન્ને ક્રિકેટરને ભવિષ્યના ટીમ ઇન્ડિયાના સ્ટાર માનવામાં આવી રહ્યા છે. ત્રણ અને ચાર નંબર પર કાંગારૂ બેટસમેન સ્ટીવન સ્મિથ અને માર્નસ લાબુશેનને રાખવામાં આવ્યા છે. લાબુશેન ઓસ્ટ્રેલિયાનો નવો સ્ટાર છે. પાંચ નંબર પર પાક.નો બાબર આઝમ છે. પછી ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોકસ છે. આફ્રિકાના ડિ’કોકને 202પની ટીમમાં વિકેટકીપર તરીકે જગ્યા આપવામાં આવી છે. ફાસ્ટ બોલિંગનો હવાલો જસપ્રિત બુમરાહ, કાગિસો રબાડા અને પેટ કમિન્સને સોંપવામાં આવ્યો છે. એક માત્ર સ્પિનર તરીકે અફઘાન ખેલાડી રાશિદ ખાન છે.

 ફોક્સ ક્રિકેટની 202પની બેસ્ટ ટેસ્ટ ઇલેવન : પૃથ્વી શો, શુભમન ગિલ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, બાબર આઝમ, બેન સ્ટોક્સ, કિવંટન ડિ’કોક (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, કાગિસો રબાડા, પેટ કમિન્સ અને રાશિદ ખાન.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer