રોહિત શર્મા IPLના સૌથી સફળ સુકાની કેમ?

રોહિત શર્મા IPLના સૌથી સફળ સુકાની કેમ?

લક્ષ્મણનું પૃથક્કરણ

નવી દિલ્હી, તા.29: પોતાના જમાનાના દિગ્ગજ અને કલાત્મક બેટધર વીવીએલ લક્ષ્મણનું કહેવું છે કે આઇપીએલમાં કેપ્ટનના રૂપમાં રોહિત શર્માની સફળતાનું સૌથી મોટું કારણ દબાણની પરિસ્થિતિમાં શાંતચિત બની રહેવું છે. મુંબઇ ઇન્ડિયન્સ માટે 33 વર્ષીય રોહિત શર્માએ આઇપીએલના ચાર ખિતાબ જીત્યા છે. જે ચેન્નાઇ સુપર કિંગ્સના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીથી એક વધુ છે. આથી રોહિત આઇપીએલ ઇતિહાસનો સૌથી સફળ સુકાની છે.

લક્ષ્મણે કહયું કે તે શરૂઆતમાં આઇપીએલમાં મારી સાથે ડેકકન ચાર્જર્સ તરફથી રમતો હતો અને તેણે બેટિંગ મોરચો સંભાળી લીધો હતો. ત્યારે તે ભારત તરફથી ફકત ટી-20 વર્લ્ડ કપ રમ્યો હતો અને થોડો બિન અનુભવી હતો. પછી રોહિત પરિપકવ બનતો ગયો અને હવે સફળ સુકાની છે. રોહિત શર્માએ આઇપીએલમાં અત્યાર સુધીમાં 188 મેચમાં 31.60ની સરેરાશથી કુલ 4898 રન બનાવ્યા છે. 109 અણનમ રન શ્રેષ્ઠ સ્કોર છે.

લક્ષ્મણ કહે છે કે પ્રત્યેક મેચ અને દરેક સફળતા બાદ તેનો આત્મવિશ્વાસ વધે છે. તે યુવા ખેલાડીઓને મદદ કરે છે. સૌથી મહત્વપૂર્ણ છે કે તે દબાણની સ્થિતિ સારી રીતે પાર પાડે છે. આથી તે આઇપીએલનો સૌથી સફળ સુકાની બન્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer