વર્લ્ડ કપના ફાઇનલમાં બે વખત ટોસ ઉછાળવામાં આવ્યો હતો: સંગકારા

વર્લ્ડ કપના ફાઇનલમાં બે વખત ટોસ ઉછાળવામાં આવ્યો હતો: સંગકારા

કોલકતા, તા.29: શ્રીલંકાના પૂર્વ કપ્તાન કુમાર સંગકારાનું માનવું છે કે ભારત વિરૂધ્ધના 2011ના વર્લ્ડ કપના ફાઇનલમાં ઓલરાઉન્ડર એન્જલો મેથ્યૂસનું ઇજાને લીધે બહાર થવું તેની ટીમને મોંઘુ પડયું હતું. ત્યારે ભારત ધોનીની આગેવાનીમાં શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ વિશ્વ વિજેતા બન્યું હતું. મેથ્યૂસના સ્નાયૂ સેમિ ફાઇનલમાં ખેંચાઇ ગયા હતા. આથી તે ફાઇનલમાં રમી શકયો હતો. જે બારામાં સંગકારા કહે છે કે આથી અમારી ટીમનું સંયોજન બગડી ગયું હતું.

સંગકારાએ ભારતીય સ્પિનર અશ્વિન સાથે ઈંસ્ટાગ્રામ પર વાતચીત દરમિયાન વધુમાં જણાવ્યું કે જો મેથ્યૂસ ફિટ હોત તો અમે લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરત. અમારી રણનીતિ મેથ્યૂસની ઓવરો અને પૂંછડિયા ક્રમની તેની બેટિંગ પર ઘણી આધાર રાખતી હતી.

ફાઇનલના ટોસ વખતની વાત કરતા સંગકારાએ કહયું કે ત્યારે બે વખત ટોસ ઉછાળવામાં આવ્યો હતો. કારણ કે દર્શકોના શોરબકોરને લીધે ધોનીને મારો અવાજ સંભાળ્યો હતો. જો કે કિસ્મત કહો કે બીજું કાંઇ બન્ને વખતે હું હેડ બોલ્યો હતો અને જીત્યો હતો. જો ધોની  ટોસ જીત્યું હતો તો કદાચ તે બેટિંગ પસંદ કરત.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer