અમેરિકામાં બધા ચર્ચ-મંદિર ખોલવા હુકમ

અમેરિકામાં બધા ચર્ચ-મંદિર ખોલવા હુકમ
વાશિંગ્ટન, તા. 23 : કોરોના વાયરસના સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ લોકડાઉનમાં છૂટછાટ આપવાના મૂડમાં છે. ટ્રમ્પે હવે રાજ્યોના ચર્ચને ખોલવા માટે કહ્યું છે. ટ્રમ્પે ચર્ચ અને મંદિરોને જરૂરી સ્થાનની કેટેગરીમાં રાખતા કહ્યું કે, આ જરૂરી સેવાઓમાં આવે છે. તેથી તેને ખોલવા જરૂરી છે. આપને જણાવી દઈએ કે, કોરોના મહામારીના કારણે અમેરિકામાં ચર્ચ સહિત તમામ પ્રાર્થના ઘરોને બંધ કરી દેવાયા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, મારા આદેશ પર સેન્ટ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અલગ-અલગ સમુદાયો માટે ગાઈડલાઈન જાહેર કરી રહ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer