કોરોના: વિશ્વભરમાં મૃત્યુનો આંક વધીને 3,35,162 થયો

કોરોના: વિશ્વભરમાં મૃત્યુનો આંક વધીને 3,35,162 થયો
વિશ્વમાં રીકવર લોકોની સંખ્યા 20,97,402 પર પહોંચી
નવી દિલ્હી, તા.23: વિશ્વભરમાં કોરોના વાયરસનો આતંક યથાવત્ રીતે જારી રહ્યો છે. 210 દેશોમાં કોરોનાએ આતંક મચાવ્યો છે અને હવે વિશ્વભરમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 52,20,799 સુધી પહોંચી ગઈ છે એટલે કે આંકડો 51 લાખથી પણ ઉપર પહોંચી ચુક્યો છે. વિશ્વમાં કોરોનાગ્રસ્ત દેશોની હાલત ખૂબ જ ખરાબ બનેલી છે. કોરોનાનાં કારણે અર્થતંત્ર પર ભારે નુકસાન થઈ રહ્યું છે. દુનિયાભરમાં રિકવર થયેલા લોકોની સંખ્યા 20,97,402 સુધી પહોંચી ગઈ છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 27,88,235 પર પહોંચી ચૂકી છે. આવી જ રીતે દુનિયામાં મોતનો આંકડો પણ વધીને 3,35,162 ઉપર પહોંચી રહ્યો છે. મોતનો આંકડો પણ ત્રણ લાખથી ઉપર પહોંચી ચુક્યો છે. ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા 45,511 પર પહોંચી ચૂકી છે. ભારતમાં પણ હવે સ્થિતિ ખરાબ થઈ રહી છે. દુનિયાના 210 દેશો કોરોના વાયરસના કારણે પ્રભાવિત બનેલા છે.
અમેરિકાની વાત કરવામાં આવે તો કેસોની સંખ્યા 16,45,646 ઉપર પહોંચી ચૂકી છે. અમેરિકામાં આજે અનેક નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા જ્યારે મોતનો આંકડો વધીને 97,663 ઉપર પહોંચી ચુક્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer