જામનગર અને જૂનાગઢમાં જાહેરનામા ભંગના 94 ગુના નોંધાયા

જામનગર/જૂનાગઢ,તા. 23: જામનગર અને જૂનાગઢ જીલ્લામાં લોકડાઉન દરમિયાન યોગ્ય કારણ વિના રખડપટ્ટી, માસ્ક વિના, બાઈકમાં ડબલ સવારી અને સોશિયલ ડિસ્ટન્સીંગ વગેરે સહિતના જાહેરનામા ભંગ કરતા પોલીસે 94 લોકો સામે ગુના નોંધી અટકાયત કરી હતી. જામનગર જિલ્લામાં પોલીસતંત્ર દ્વારા લોકડાઉન-4ની કડક રીતે અમલવારી કરાવવામાં આવી રહી છે. જેમાં પાનની દુકાને ટોળા એકત્ર કરનાર ચાર વેપારી સામે તેમજ નિયત સમય કરતા વધુ સમય માટે દુકાન ખુલ્લી રાખનાર પણ વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉપરાંત ચેલા એસઆરપી ગ્રુપ સેક્ટર 16માં ફરજ બજાવતા સતુભા સોઢા અમદાવાદ રેડ ઝોનમાંથી ફરજ બજાવીને પરત આવ્યા પછી 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરાયા હતા જે સ્થળ છોડીને બહાર  નીકળી જતાં તેના વિરૂધ્ધ લાલપુર પોલીસે ગુનો નોંધી અટકાયત કરી હતી. જૂનાગઢ જિલ્લામાં બાઈક પર ડબલ સવારીમાં નીકળેલા તથા  માસ્ક વિના બહાર નિકળેલા 80 લોકો સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કરવામા આવી હતી. માંગરોળના ઝરીયાવાડા ગામના આલાભાઈ શામળાએ રાજયના પોલીવડાને કરેલી ફરિયાદ સંદર્ભે શીલના મહિલા ફોજદાર ઝાલાએ જણાવ્યું હતું કે ખેડુતોને ધાકધમકી આપી હેરાન કર્યાના આક્ષેપ ખોટા છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer