ખેડુતને ધમકાવનાર શીલની મહિલા ફોજદાર વિરૂદ્ધ ફરિયાદ

માંગરોળ, તા.ર3 : માંગરોળના ઝરીયાવાડા ગામના ખાતેદાર આલા હીરા શામળા સહીતનાની ખેતીની જમીન આવેલી છે. આ જમીનમાં ત્રણ ભાઈઓ વચ્ચે ભાઈભાગે હીસ્સા વહેચણી થઈ હતી. જેમાં પાછળના ભાગે જવા રાખેલ આંતરીક ખાનગી માલીકીના રસ્તામાં હાલચાલનો હકક હોવા બાબતે હબીબખા ઉમરખા બેલીમ વિગેરે -1ર ખેડુતોએ ર018 માં માંગરોળ મામલતદાર સમક્ષ દાવો દાખલ કર્યો હતો. જેમાં થયેલા હુકમ સામે નાયબ કલેકટર કેશોદમાં  અપીલ કરવામાં આવતા  માંગરોળ મામલતદારે કરેલ હુકમ મામલતદાર એકટની કલમની જોગવાઈ વિરુદ્ધનો હોય રદ કરી કેસ રીમાંડ કરવામાં આવ્યો હતો. લોકડાઉનના કારણે સુનાવણી બંધ રહી હતી. દરમિયાન અરજદાર આલા શામળાએ મહેસુલ અગ્રસચીવ સહીતનાને રજુઆત કરી હતી. તેમછતા મામલતદાર બેલડીયાએ વિરોધી પક્ષકારો સાથે મીલાપીપણા કર્યાનો આક્ષેપ કરી તાબાના રેવેન્યુ તલાટી પાસેથી ખોટો અભિપ્રાય લખાવ્યાનું જણાવ્યુ હતુ. દરમિયાન કોઈપણ કારણ વિના શીલની મહીલા ફોજદાર ઝાલા સરકારી વાહનમાં સ્થળ પર દોડી ગઈ હતી. અને ભોગ બનનાર ખેડુતોને બોલાવી જાહેરમાં ધાકધમકી આપી હોવાના આક્ષેપ સાથે રાજયના પોલીસવડાને ફરીયાદ કરવામા આવી હતી. માંગરોળના ઝરીયાવાડા ગામના આલાભાઈ શામળાએ રાજયના પોલીવડાને કરેલી ફરિયાદ સંદર્ભે શીલના મહિલા ફોજદાર ઝાલાએ જણાવ્યું હતું કે ખેડુતોને ધાકધમકી આપી હેરાન કર્યાના આક્ષેપ ખોટા છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer