સુરત સચીન જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

સુરત, તા. 23:  સુરતની સચીન જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી હતી. જીઆઈડીસી 4 નંબરમાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું. ફાયર વિભાગની 10થી વઘુ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ સહિતનો કાફલો પહોંચી ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આગ કાબૂમાં આવે ત્યારબાદ કારણોની તપાસ હાથ ધરાશે.  આગનાં કારણે સોલવન્ટનો મોટો જથ્થો નાશ પામ્યો હતો. આ જ સપ્તાહમાં સચીન જીઆઈડીસીમાં બીજી વખત આગ લાગવાની ઘટના બનવા પામી હતી ધુમાડાના ગોટા પાંચ કિલોમીટર સુધી નજરે પડયા હતા.  લોકડાઉનનાં કારણે પરપ્રાંતીયોની હિજરત થતાં જીઆઇડીસીમાં લોકોની સંખ્યા ઓછી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer