હરીઓમ પાર્કમાં કાકા-બે ભત્રીજા પર પિતા-પુત્રોની ત્રિપુટીનો ધોકા-પાઈપથી હુમલો

દુકાનદાર પર પાંચ શખસોનો તલવારથી હુમલો

ભત્રીજા પર કાકાનો કુહાડીથી હુમલો

રૂ.4 હજારની બે ડઝન બેટરીની ચોરી

રાજકોટ, તા.રર : ખોખડદડ નદીના પુલ પાસેના હરીઓમ પાર્ક-ર માં રહેતા મહેન્દ્રપરી પરસોતમપરી ગૌસ્વામી નામના બાવાજી રિક્ષાચાલક અને તેના બે ભત્રીજા ઉત્સવપરી યોગેશપરી ગૌસ્વામી અને ઉમંગપરી ગોસ્વામી પર પડોશમાં રહેતા કનુ કાઠી અને તેના બે પુત્રો જયરાજ અને કુલદીપે ઝઘડો કરી ધોકા-પાઈપથી હુમલો કરતા ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અંગે આજીડેમ પોલીસે હાથ ધરેલી તપાસમાં રિક્ષાચાલક મહેન્દ્રપરીના ઘર પાસે પડોશી કનુ કાઠી વારંવાર ગાળો બોલતો હોય ના પાડતા ઉશ્કેરાઇ જઈ પિતા-પુત્રોએ હુમલો કર્યો હતો.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

તલવાર : રૈયાચોકડી પાસે નંદનવન સોસાયટીમાં રહેતો અને રૈયાધાર સ્લમ કવાર્ટર પાસે મોબાઈલની દુકાન ધરાવતા હાર્દિક મહેન્દ્રભાઈ પંડયા નામનો યુવાન ઘર પાસે હતો ત્યારે નજીકમાં રહેતા લક્ષ્મણ ભરવાડ, કાના ભરવાડ, સંજય ભરવાડ, ગગજી ભરવાડ અને ભુપત ભરવાડ સહિતના શખસોએ હાર્દિકને તેના ઘરમાં ખેંચી જઈ મારકૂટ કરી તલવારથી હુમલો કરી ઈજા પહોંચાડતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં હાર્દિક પંડયા બાઈક લઈને શેરીમાંથી નીકળતા માથાકૂટ થઈ હતી. વર્ષ પહેલા પણ આવી બાબતે માથાકૂટ થઈ હતી અને બાદમા સમાધાન થયું હતું.

હુમલો : કોઠારિયા રોડ પરના નંદાહોલ પાસે રહેતા અને સાડીની દુકાનમાં કામ કરતા કેતન  મહેશભાઈ જોગીયાણી નામના તરુણ પર કાકા નરેશે કુહાડીથી હુમલો કરતા ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યારે સામાપક્ષે કાકા નરેશ છગન જોગીયાણી પર ભત્રીજા કેતને ધોકાથી હુમલો કરતા ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત કેતન તેના કાકા સાથે રહી કામ કરે છે. કેતનના મિત્રો ઘેર મળવા આવતા હોય કાકા નરેશને ગમતું હોય હુમલો કર્યો હતો.

ચોરી : જંકશન વિસ્તારમાં ગોવર્ધન એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશસિંહ શ્યામસિંહ ઠાકુરની મેકસ સીકયુરીટી પ્રા.લી. કંપનીના કોન્ટ્રાકટનો લોધીડા ગામની સીમમાં ટાવર આવેલ હોય ટાવરની બાજુમાં આવેલ બેટરી કેબીનનું તાળુ તોડી તસ્કરો રૂ.4 હજારની કિંમતની 4 નંગ બેટરીસેલ ચોરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer