જેલના શૌચાલયમાંથી ચાર મોબાઈલ મળ્યા


પોખરા-ચોકડીમાં દાટેલા હતા : અજાણ્યા કેદી સામે ફરિયાદ
રાજકોટ, તા.રર : રાજકોટ જિલ્લા જેલ સમયાંતરે યેનકેન પ્રકારે વિવાદમાં આવતી હોવાના કિસ્સા પોલીસમાં નોંધાતા હોય છે. અનેક વખત સેલોટેપ વીટાળેલા દડામાઁ મોબાઈલ-તમાકુ-ચાર્જર સહીતની ચીજવસ્તુઓ ફેકવામા આવી હોવાની ફરિયાદ નોંધાયા છતા પોલીસ દડો ફેકનાર શખસને ઝડપી લેવામા નિષ્ફળ રહી છે ત્યારે જેલમા આવેલા શૌચાલયમાંથી વધુ ચાર મોબાઈલ મળી આવતા પોલીસે અજાણ્યા કાચા કામના કેદી વિરુધ્ધ ગુનો નોંધી રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ જડતી સ્કવોડના ગ્રુપ-રમાં જેલર તરીકે ફરજ બજાવતા ડી.આર.કંરગીયા તથા સ્ટાફે રાજકોટ જેલમાં ચેકીગ હાથ ધર્યુ હતુ. દરમિયાન નવી જેલ વિભાગ-1 યાર્ડ નં.પ ની બેરેક નં.4 મા આવેલા શૌચાલયના પોખરાની અંદર ખાડો દેખાતા તપાસ કરતા પ્લાસ્ટીકની કોથળી મળી આવતા ખોલીને તપાસ કરતા તેમાંથી ત્રણ મોબાઈલ મળી આવતા કબજે કર્યા હતા. તેમજ યાર્ડ નં.પ નીબેરેક નં.ર માં આવેલા શૌચાલયની સામેની પાણીની નીકાલની ચોકડીની ધારીમાં ખાડો હોય ત્યાં તપાસ કરતા એક કોથળી મળી આવતા તેમા તપાસ કરતા એક મોબાઈલ મળી આવ્યો હતો.જે કબજે લેવામાં આવ્યો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે જેલર ડી.આર. કરંગીયાની ફરિયાદ પરથી અજાણ્યા કાચાકામના કેદી વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.જેલમા રહેલા છીડા મામલે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.જેલ અધિક્ષક સહિતના અધિકારીઓની કામગીરી સંદર્ભે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer