રાજકોટમાં બજારનો સમય બદલી શકે ?

રાજકોટમાં બજારનો સમય બદલી શકે ?

 

બપોરે પોરો ખાવાની આદત બદલી શકે ? શું કહે છે વેપારીઓ ?

રાજકોટ, તા.22: રાજકોટ રંગીલા શહેરની છાપ ધરાવે છે. અહીં બે વાર સુરજ ઉગે છે. સવારે દુકાનો-બજારો ખુલે અને પછી બપોરે પોરો ખાય. 4 વાગ્યે ફરી શરૂ થાય અને રાત્રે 8-9 વાગ્યા સુધી બજારો ખુલ્લી રહે. રીતની પધ્ધતિ શહેરને ફાવી ગઈ છે પણ બહારગામથી આવનારા લોકો માટે મુશ્કેલી થાય છે. આવી જાય છે બપોર સુધીમાં પણ બજારો બંધ હોય એટલે એમણે બે ત્રણ કલાક કોઈ રીતે, ફિલ્મ જોઈને પસાર કરવો પડે છે.

પધ્ધતિ શું બદલી ના શકે ? પરાગ તેજુરા નામના વેપારી અગ્રણીએ ‘સમય કો બદલ ડાલો’ નામે અભિયાન ચલાવેલું પણ એને બહુ સફળતા ના મળી. પણ હવે લોકડાઉનમાં છૂટછાટો બાદ દુકાનો એકી-બેકી પધ્ધતિએ સવારે 8 થી 4 ખુલી રહે એવી સ્થિતિ છે.

લોકો હવે કદાચ વહેલાં ખરીદી માટે નીકળે છે પણ સવાલ છે કે પધ્ધતિ કાયમી બની શકે ? લંડનમાં સાંજ વહેલી પડે છે એટલે ત્યાં દુકાનો વહેલી બંધ થાય છે પણ આપણે ત્યાં શક્ય છે ? અત્યારે 4 વાગ્યા સુધી છુટ છે વધારીને 6 સુધી કરી શકાય તો લોકો વહેલાં ઘેર જાય, પરિવારને વધુ સમય આપી શકે.

કેટલાક વેપારીઓ સાથે ‘ફૂલછાબે’ વાત કરી પણ સિસ્ટમથી તેઓ બહુ સંતુષ્ટ જણાતા નથી. સામાન્ય રીતે શહેરમાં દુકાનો 9 વાગ્યે ખુલે છે અને દસ વાગ્યાથી કામકાજ ચાલુ થાય છે એટલે સવારનો થોડો સમય તો કોઈ કામ વિના ખર્ચાઈ જાય છે.

ગાંધીગ્રામમાં પાનની દુકાન ધરાવતા હેમલભાઈ ચુડાસમા જણાવે છે કે, હું સિસ્ટમને માનતો નથી કારણ કે, ઉનાળાના ધોમધખતા તાપમાં બપોર બાદ દુકાનોમાં કાગડા ઉડે છે. જે ધંધો થાય છે તે માત્ર બપોરે 1 વાગ્યા સુધીનો હોય છે. ફરસાણની દુકાન ધરાવતા રમેશભાઈ જણાવે છે કે, બપોરે ધોમધખતા તાપમાં ફરસાણ લેવા કોણ આવે ? વહેલી સવારે જે પ્રકારે વણેલા ગાંઠિયા લેવા માટે લોકોનો ધસારો રહે છે તે પ્રકારે ઢળતી સાંજે સેવ, ચોરાફળી, બાળકોના નાસ્તા માટે લેડીઝની ઘરાકી જામે છે. અમે 4 કે પાંચ વાગ્યે દુકાનો બંધ કરી દઈએ તો શું કમાઈએ ? અને શું ખાઈએ ?

રૈયા રોડ પર મોબાઈલ શોપની દુકાન ધરાવતા રજનીકાંત ભાઈએ સિસ્ટમને યોગ્ય ઠેરવી હતી તેઓએ જણાવ્યું હતું કે, ભલે 4 ને બદલે પાંચ વાગ્યા સુધીની છુટ મળે પરંતુ તેનાથી ફાયદો છે. એક વખત ગ્રાહકોને ખ્યાલ આવી જાય કે, દુકાન પાંચ વાગ્યા સુધી ચાલુ રહેવાની છે પછી કંઈ વાધો આવતો નથી. કરિયાણાની દુકાન ધરાવતા પરાશરભાઈ જણાવે છે કે, રાજકોટના લોકોને બપોરે ઉંઘ ખેંચવાની આદત છે, કોઈપણ રીતે તમે સિસ્ટમમાં ફેરફાર કરી શકો માટે સિસ્ટમ કદાચ લાગૂ થાય તો પણ તેને ધારી સફળતા મળે તેવું હું માનતો નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer