બાલવિકાસ યોજના કચેરીના કર્મચારી સાથે રૂ. 4.ર8 લાખની ઠગાઈ

બે યુવતી સહિતની ટોળકી સામે નોંધાતો ગુનો
વઢવાણ, તા.રર : વઢવાણમાં ગણપતિ ફાટસર પાસે રહેતા બાલવિકાસ યોજના કચેરીમાં આંકડા મદદનીશ તરીકે નોકરી કરતા ઉત્તમ નાગર પરમાર નામના કર્મચારી સાથે એકાદ વર્ષ પહેલાં ઈન્સ્ટાગ્રામમાં દિવ્યા અને રિયા નામની બે યુવતીઓ સાથે પરિચય થયો હતો અને બન્ને યુવતીએ તેના પિતા રિલાયન્સમાં નોકરી કરતા હોય મૃત્યુ નીપજ્યું હોય રૂ. 60થી 70 લાખની રકમ મળવાની હોય પરંતુ વકીલ રોકવા માટેથી પૈસાની જરૂરિયાત હોય ઉત્તમ પરમાર પાસે નાણાં માગ્યા હતા અને રૂ. 4.ર8 લાખની રકમ આપી હતી. બાદમાં ઘણો સમય થવા છતાં રકમ પરત મળી નહોતી.
દરમિયાન આ અંગે તપાસ કરતા યુવતીઓના નામે રાજકોટના રૈયાધારમાં રહેતા નિરવ ઉર્ફે નભુ રતીલાલ સોલંકીના બેન્ક ખાતામાં રૂ. 1.38 લાખ, નવા વાડજમાં રહેતા ઉમેશ મુળજી પરમારના બહેનના બેન્ક ખાતામાં રૂ. ર.પ6 લાખ જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચિરાગ ઉફે ઈમરાન વાઘેલા નામના શખસે આ રકમ પરત અપાવી દેવાના બહાને તેના બેન્ક ખાતામાં રૂ. 34,પ00 જમા કરાવ્યા હતા. ઉત્તમ પરમારે તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનું જણાતા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બે યુવતી સહિતની ટોળકીની શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer