પીઓકેમાં આતંકી અને પાક.સેનાનો ભારે વિરોધ

પીઓકેમાં આતંકી અને પાક.સેનાનો ભારે વિરોધ
સ્થાનિકોના ઘરનો ઉપયોગ ભારત ઉપર ગોળીબાર કરવા થતો હોવાનો આરોપ
નવી દિલ્હી, તા. 22 : પીઓકેમાં આતંકવાદીઓ અને આઈએસઆઈના સરગના વિરૂદ્ધ અવાજ ઉઠવાની શરૂઆત થઈ ચુકી છે. લિપા વેલીમાં સ્થાનિક નિવાસીઓએ પાકિસ્તાની સેના સામે મોટા પાયે વિરોધ શરૂ કરી દીધો હતો. લિપા વેલી આતંકવાદીઓનું એક મોટુ લોન્ચ પેડ છે. જ્યાં વર્તમાન સમયમાં પણ 20થી વધારે આતંકવાદીઓ ઘુસણખોરી માટે તૈયાર છે. લિપામાં જ 2016મા ભારતીય સેનાએ એલઓસી પાર કરીને લોન્ચ પેડ તબાહ કર્યા હતા.
સ્થાનિક નિવાસીઓના કહેવા પ્રમાણે લોન્ચ પેડ ઉપર એકત્રિત આતંકવાદીઓ ઉપર ભારતીય સેના પ્રહાર કરે છે. જેમાં સ્થાનિક લોકોને ભારે નુકસાન થાય છે. વધુમાં પાકિસ્તાની સેના ગોળીબાર માટે તેમના ઘરોનો ઉપયોગ કરતી હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે આતંકવાદી હિલચાલના કારણે તેમના બાળકો ઉપર પણ ખરાબ અસર પડી રહી છે. પીઓકેના લોકો લાંબા સમયથી પાકિસ્તાની સેના અને આતંકવાદીઓનો વિરોધ કરી રહ્યા છે. અગાઉ પીઓકેમાં આતંકવાદી અને સેના માટે ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવામાં આવતા તેનો પણ ભારે વિરોધ થયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer