છોટા રાજનની ગેંગનો મોસ્ટ વોન્ટેડ સાગરીત હરેશ ગોસ્વામી ઝડપાયો

એટીએસની ટીમે ઓપરેશન પાર પાડી ઝડપી લીધો
અમદાવાદ, તા. 22: અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ગેંગનો મોસ્ટ વોન્ટેડ સાગરીત હરેશ ગોસ્વામીને  ઝડપી લેવામાં ગુજરાત એટીએસની ટીમને સફળતા મળી છે. આ શખસે છોટા રાજનની ગેંગ સાથે મળીને આતંક મચાવીને ગુજરાતમાં લૂંટ, ધાડના ગુના આચર્યા હતાં.
એટીએસના પીઆઇ જે.એન. ગોસ્વામીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોસ્ટ વોન્ટેડ હરેશ ગોસ્વામીને પકડી લેવાયો હતો. હરેશ ગોસ્વામીએ છોટા રાજનની ગેંગના સભ્ય રાજેશ ખન્ના અને શરમદ સામે મળીને  ગુજરાત અને મહારાષ્ટ્રમાં લૂંટ, ધાડની ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસના તપાસમાં એવું સામે આવ્યુ છે કે, 2011માં હરેશે તેના સાગરીતો સાથે સુરતમાં 80 લાખના હીરાની લૂંટ કરી હતી. 2017માં ભીલાડ ચેક પોસ્ટ પર રૂ. 1.12 કરોડની લૂંટ કરી હતી.2018 ભીલાડના હોલી ગામે એક પરિવારને બંધક બનાવી બંદૂકની અણીએ રૂ. 22 લાખની            ધાડ પાડી હતી. સેલવાસમાં સોનાના વેપારીની કાર પર ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. મુંબઇના  રેલવે સ્ટેશનમાં ફાયરિંગ કરીને રૂ. 17 લાખની લૂંટ કરી હતી.આ સિવાય તેણે અન્ય કેટલા ગુના કર્યા છે તે અંગે પૂછપરછ ચાલી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer