ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની સંભાવના 90 ટકા

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની સંભાવના 90 ટકા

CAના ચીફનું મંતવ્ય

મેલબોર્ન, તા.22: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કાર્યકારી અધ્યક્ષ કેવિન રોબર્ટસે કહ્યંy છે કે ભારતીય ટીમનું વર્ષના આખરમાં ઓસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટની શ્રેણી માટે પ્રવાસ કરવાની સંભાવના 90 ટકા જેવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પર હાલના સમયમાં ઘણું આર્થિક દબાણ છે. તેમને હરહાલમાં સિરિઝની જરૂર છે. સિરિઝથી તેમને પ્રસારણ અધિકારના 30 કરોડ ડોલર મળી શકે છે.

કોરોના મહામારીને લીધે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના 80 ટકા સ્ટાફને જૂન સુધી 20 ટકા વેતન પર રાખવો પડયો છે. ભારત સામેની સિરિઝ ઓકટોબરથી જાન્યુઆરી-2021 વચ્ચે રમાવાની છે. સીએના અધિકારી રોબર્ટસે જણાવ્યું કે હાલની સ્થિતિએ કાંઇ નિશ્ચિત નથી. હું ફકત એટલું કહી શકું કે ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસની સંભાવના દસમાંથી નવ છે. પણ કહી શકાશે કે નહીં કે મેચ દરમિયાન દર્શકો હશે કે નહીં ? જો ભારતનો પ્રવાસ નહીં થાય તો મને હેરાની થશે. જો કે એવું તો લગભગ માની લેવાનું કે પ્રવાસના શરૂઆતના મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં નો એન્ટ્રી હશે. પછી જોશું શું થાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer