ગાંગુલીને ICC ચીફ બનાવવા પર આફ્રિકાએ હાથ ખંખેર્યાં

ગાંગુલીને ICC ચીફ બનાવવા પર આફ્રિકાએ હાથ ખંખેર્યાં

ગ્રીમ સ્મિથનું નિવેદન અંગત ગણાવ્યું

જોહાનિસબર્ગ, તા.22: ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ) આઇસીસીના અધ્યક્ષપદ માટે બીસીસીઆઇના ચીફ સૌરવ ગાંગુલીનું સમર્થન કરનાર તેના ક્રિકેટ ડાયરેકટર અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથના બયાનથી ખુદને અલગ કર્યું છે. સીએસએ દ્વારા આજે સ્પષ્ટતા કરાઇ છે કે સૌરવ ગાંગુલીને સમર્થન આપતા પહેલા પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. ગ્રીમ સ્મિથે ગઇકાલે આઇસીસીના અધ્યક્ષપદ સૌરવ ગાંગુલીને બેસાડવાની વાત કરી હતી અને આફ્રિકા તેનું સમર્થન કરશે તેવું બયાન આપ્યું હતું. એમ પણ કહ્યંy હતું કે આઇસીસીના નેતૃત્વ માટે તે આદર્શ વ્યકિત છે. હવે મામલે ક્રિકેટ સાઉથ આફ્રિકાના અધ્યક્ષ ક્રિસ નેનજાનીએ કહયું છે કે બયાન ગ્રીમ સ્મિથનું અંગત છે. સીએસએને લાગતું-વળગતું નથી. આઇસીસીના અધ્યક્ષપદે કોઇ ઉમેદવારનું સમર્થન કરવા માટે પ્રોટોકોલ મુજબ નિર્ણય લેવો પડે. પછી અધ્યક્ષને મતદાનનો અધિકાર મળે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer