સાઇકલ સનસની જ્યોતિકુમારી

સાઇકલ સનસની જ્યોતિકુમારી

પિતાને બેસાડી 1200 કિમીનું અંતર કાપનાર 15 વર્ષીય કિશોરીને   કોચિંગ અને તમામ મદદ કરવા ભારતીય સાઇકલ એસો. તૈયાર

નવી દિલ્હી, તા.22: કોરોના કાળમાં મજબૂરીને લીધે એક 1 વર્ષીય બિહારી કિશોરી જ્યોતિકુમારીએ મહાપરાક્રમ કરી બતાવ્યું છે. તે સતત આઠ દિવસ સુધી અવિરત સાઇકલ ચાલવતી રહી. તે 1200 કિલોમીટરની થકાવી દેનાર સાઇકલ યાત્રા કરીને તેના ઘરે પહોંચી છે. આથી તે ગામના લોકો માટે મિસાલ બની ગઇ છે. સોશિયલ મીડિયા પર જ્યોતિકુમારીના પરાક્રમની પ્રશંસા થઇ રહી છે. નવી ઇન્ટરનેટ સનસની કિશોરીને હવે ભારતીય સાઇકલ એસોસિએશન (સીએફઆઇ)એ એક મોટી ઓફર આપી છે.

1 વર્ષીય જ્યોતિકુમારી લોકડાઉન દરમિયાન તેના પિતા મોહન પાસવાનને સાઇકલ પર બેસાડીને ગુરગ્રામથી બિહારના દરભંગા નીકળી હતી. તે રોજ 100 થી 10 કિલોમીટર સાઇકલ ડબલસવારીમાં ચલાવતી હતી. તેના અદભૂત ક્ષમતા અને શક્તિથી આશ્ચર્યચકિત સીએફઆઇના વડા વીએન સિંહે કહયું છે કે તે જો અમારા માપદંડ પર ખરી ઉતરશે તો અમે તેને વિશેષ ટ્રેનિંગ અને કોચિંગ આપશું. અમે હંમેશા પ્રતિભાશાળી ખેલાડીઓની શોધમાં રહીએ છીએ. અમે જ્યોતિકુમારીને પૂરી મદદ કરવા તૈયાર છીએ. 1 વર્ષીય કિશોરી માટે રોજ 100 કિલોમીટરથી વધુ સાઇકલ ચલાવી આસાન કામ નથી અને તે પણ પાછળ કોઇને બેસાડીને અને સામાન્ય સાઇકલથી. જો તેણીએ સાચે આવું કર્યું હશે તો તેની પૂરી મદદ કરવા અમે તૈયાર છીએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer