T-20 વર્લ્ડ કપનું સ્થગિત થવું નિશ્ચિત

T-20 વર્લ્ડ કપનું સ્થગિત થવું નિશ્ચિત

આવતા સપ્તાહે જાહેરાત થશે: ક્યારે આયોજન કરવું તેના પર અસમંજસ

મુંબઇ, તા. 22 : વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઇસીસી ટી-20 વર્લ્ડ કપનું સ્થગિત થવું નિશ્ચિત માનવામાં આવી રહયું છે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર વિશ્વ કપનું આયોજન ઓકટોબર-નવેમ્બરમાં થવાનું છે, પરંતુ કોરોના મહામારીને લીધે હવે તેને ટાળી દેવામાં આવશે તેવા રિપોર્ટ છે. જેની સત્તાવાર ઘોષણા આવતા સપ્તાહે કરવામાં આવશે. આઇસીસી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને વૈશ્વિક ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓ માટે મોટો સવાલ છે કે આખરે કયારે ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે.

હાલમાં માટે ત્રણ વિકલ્પ ચર્ચામાં છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ટી-20 વિશ્વ કપને ફેબ્રુઆરી-માર્ચ 2021માં કરવા ઇચ્છુક છે. પણ એક સમસ્યા છે. અને તે છે ટી-20નો ઓવરડોઝ. એપ્રિલમાં આવતા વર્ષે આઇપીએલ રમાશે. આથી ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ સંકટમાં મુકાશે. આથી પ્રસારણકર્તા પણ તેમનો પક્ષ રાખશે. બીસીસીઆઇ 2021માં ટી-20 વર્લ્ડ કપના આયોજન કરવા પર રાજી નથી. તે 2022માં ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ પર ભાર મુકી રહયું છે.

જયાં સુધી વખતના ટી-20 વર્લ્ડ કપને ટાળી દેવાની વાત છે તો તેની જાહેરાત 26 થી 28 મે વચ્ચે થઇ શકે છે. દરમિયાન આઇસીસીના સદસ્યોની ટેલિકોન્ફરન્સ છે. બેઠકમાં મહત્વના ત્રણ મુદા પર ચર્ચા થવાની છે. પહેલો મુદો ટી-20 વર્લ્ડ કપ ટાળવો. બીજો નવા ચેરમેન માટેની ચૂંટણી કરવાની તારીખ નકકી કરવી અને ત્રીજો મુદો કઇ રીતે પ્રક્રિયા કરવી તે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer