કોરોના અને વૈમનસ્ય ઉભા થાય તેવી સોશિયલ મીડિયા પર અફવા ફેલાવા અંગે 4 ગુના નોંધાયાં

કોડિનાર, અમરેલી, માળિયાહાટીના અને વડોદરામાં ફરિયાદ થઇ
રાજકોટ, તા. 3: કોરોના અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા મેસેજ સોશિયલ મીડિયા પર ફેલાવવા અંગે ચાર ગુના નોંધાયા છે. કોડિનાર, અમરેલી, માળિયાહાટીના અને વડોદરામાં ફરિયાદો થઇ છે.
ગીર સોમનાથ જિલ્લામાં બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય અને કોરોના વાયરસનો ફેલાવો વધશે તેવી  દહેશત ઉભી થયા તેવી અફવા સોશિયલ મીડિયા પર  વાયરલ કરવા અંગે કોડિનારના રાજુ નારણભાઇ બાંભણિયા સામે સાયબર એકટ હેઠળ ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવો મેસેજ વાયરલ કરવા અંગે  અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતાં રીકેન નિખીલભાઇ સીંધવ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. ફેસબુક પર ખોટી અને અફવા જેવી પોસ્ટ મૂકીને વાયરલ કરવા અંગે વાંદરવડ(જૂના)ના દિનેશજતી ભગવાનજતી ગોસ્વામી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેની અટકાયત કરવામાં આવી હતી. વૈષ્ણદેવીમાં કોરોનાના 145 કેસ પોઝીટીવ  આવ્યા છે. તેવી સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા અંગે એક શખસની વડોદરા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer