PMની અપીલ નરી પ્રતીકાત્મક

PMની અપીલ નરી પ્રતીકાત્મક
લોકોનાં પીડા-બોજ હળવા કરે તેવા સંગીન રાહતપગલા લો: વિપક્ષી પ્રહારોનો સૂર
નવી દિલ્હી તા. 3:  આગામી  રવિવારે રાતે 9 કલાકે મીણબત્તીઓ પેટાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અનુરોધ કર્યાના થોડા જ કલાકમાં વિપક્ષી નેતાઓએ કરેલા પ્રહારમાં તેમના વીડિયો મેસેજને નર્યો પ્રતીકાત્મક ગણાવી સવાલ કર્યો હતો કે ભાવિ માટે તેઓ પાસે કોઈ નકકર રાહત પગલાં અને વિઝન છે કે કેમ ? પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમે ટવીટ કર્યુ હતું કે બિઝનેસમેનથી લઈ રોજમદાર સુધીના સહુએ આર્થિક પતનને રોકવાના તથા આર્થિકવૃદ્ધિના એન્જિન પુન:કાર્યરત કરવા અંગેના પગલાં જાહેર કરશો તેવી અપેક્ષા રાખી હતી, તેઓને તમે નિરાશ કર્યા છે. સીનિયર કોંગ્રેસી નેતા શશી થરુરે જણાવ્યુ હતું કે પ્રધાન શોમેનને સાંભળ્યા, જેમાં લોકોની પીડા, બોજ અને આર્થિક ચિંતાઓ હળવી કરે તેવું કંઈ ન હતું. એનસીપીના નેતા નવાબ મલિકે પીએમની હાકલને ગરીબો અને લાચારોના ઉપહાસગણાવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer