આ વખતે ચોમાસું વહેલું: 105% વરસાદ થશે

આ વખતે ચોમાસું વહેલું: 105% વરસાદ થશે
થિરુવનંથપુરમ તા. 3: અમેરિકા સ્થિત હવામાન કંપની આઈબીએમ બિઝનેસે જણાવ્યુ છે કે ભારતે આ વખતે રાબેતા કરતા સહેજ વહેલું (31મેએ) ચોમાસું બેસે અને રાબેતાથી થોડો વધુ (10પ ટકા) વરસાદ થાય તે માટે તૈયાર રહેવાનું છે. જો કે હવામાન વિભાગે (આઈએમડી) ચોમાસાની લાંબા ગાળાની આગાહી ચાલુ માસના અંત સુધીમાં રજૂ કરે તેવી ધારણા છે. ઉકત હવામાન કંપનીએ દેશના પશ્ચિમ કાંઠા માટે, ખાસ કરી નૈઋઍત્ય બાજુએ વિલક્ષણ એવા ભારે વરસાદ થવાનો વર્તારો ભાખ્યો છે. તે જોતાં કેરળ અને કાંઠાળ કર્ણાટકે ફરી આ વર્ષે ય ભારે વરસાદનો સામનો કરવાનો રહેશે.  જેમ જેમ ચોમાસાની સીઝનની તરફ આગળ વધીએ છીએ તેમ નબળા અલ નિનોની સ્થિતિમાંથી લા નિનાની સ્થિતિ તરફ સંક્રમણ થાય તેવી અમારી ધારણા છે, તેનો મતલબ એ કે મોસમના પાછોતરા દિવસોમાં ભારે વરસાદ માટેની સાનુકુળ સ્થિતિ સર્જાય તેવી બહોળી હવામાનીય પેટર્ન રચાશે એમ કંપનીમાંના મુખ્ય હવામાનવિદ  ટોડ ક્રોફર્ડે એક આર્થિક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું. જો કે હિન્દ મહાસાગર ડાયપોલ સિગ્નલ ગયા વર્ષ જેવું હકારાત્મક નહી હોય, જો તે હકારાત્મક રહેશે તો ભારતે 19માં અનુભવેલા નોર્મલ સીઝન કરતા 110 ટકા વધુ વરસાદ થવાના ચાન્સને સીમિત કરશે એમ કંપની જણાવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer