કોરોના ટેસ્ટમાં આપણે નથી શ્રેષ્ઠ!

કોરોના ટેસ્ટમાં આપણે નથી શ્રેષ્ઠ!
પ્રતિ દસ લાખ માત્ર 32 પરીક્ષણ થાય છે: ઇટાલીમાં સૌથી વધુ 8379 ટેસ્ટ
નવી દિલ્હી, તા.3 : કોરોના વાયરસ સામે લડવા માટે ભારતમાં સમયસર જાહેર કરાયેલા લોકડાઉનની વિશ્વમાં પ્રશંસા તો થઈ રહી છે પણ એક ચિંતાજનક હકીકત એ પણ છે કે કોરોનાની ટેસ્ટિંગમાં ભારત બહુ પાછળ છે.  ભારતમાં હજી સુધી કોરોના વાયરસના માત્ર 66,000 ટેસ્ટ જ કરાયા છે પ્રતિ દસ લાખ જણ ભારતમાં માત્ર 32 જણના જ ટેસ્ટ થાય છે. જ્યારે સૈથી વધુ 8379 ટેસ્ટ ઈટાલીમાં થાય છે. ત્યાર બાદ દક્ષિણ કોરિયામાં દર દસ લાખે 7710 જણનો ટેસ્ટ થાય છે.સ્પેનમાં 7પ96 લોકોનું કોરોના પરીક્ષણ થાય છે. અમેરિકામાં 3078નું,  બ્રિટનમાં 21પ6નું અને ચીનમાં 230 જણનું પરીક્ષણ થાય છે.
હાલમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં લોકડાઉનના વખાણ કર્યા હતા પણ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે કોરોના સામે લડવા માટે સૈથી મહત્વનું છે વધુ ને વધુ લોકોના ટેસ્ટ કરીને તેમની સારવાર કરવી અને તેમને અલાયદા કરવા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer