2008માં કોહલીની પસંદગીથી ધોની અને કર્સ્ટન ખુશ ન હતા: વેંગસરકર

2008માં કોહલીની પસંદગીથી ધોની અને કર્સ્ટન ખુશ ન હતા: વેંગસરકર
‘શ્રીનિવાસનની  ખફગી વહોરી કોહલીની પસંદગી કરી હતી’
નવી દિલ્હી, તા.3: ભારતીય કપ્તાન વિરાટ કોહલીને હાલ વિશ્વનો શ્રેષ્ઠ બેટધર માનવામાં આવે છે. તે એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યો છે, પણ 2008માં ટીમની પસંદગી વખતે ત્યારના કેપ્ટન એમએસ ધોની, કોચ ગેરી કર્સ્ટન અને એ સમયના બીસીસીઆઇના પ્રમુખ એન. શ્રીનિવાસન વિરાટ કોહલીને ટીમમાં રાખવા ખુશ ન હતા. આ વાતનો ખુલાસો પસંદગી સમિતિના પૂર્વ ચેરમેન દિલીપ વેંગસરકરે કર્યોં છે. તેમણે જણાવ્યું કે મેં અને મારી પસંદગી સમિતિએ અન્ડર-23ના કેટલાક ખેલાડીઓને ટીમમાં લેવા નક્કી કર્યું હતું. એ વખતે વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ ભારતની અન્ડર-19 ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. આથી અમે કોહલીને 2008ના શ્રીલંકાના પ્રવાસમાં પસંદગી કરી હતી. જો કે અમારા આ ફેંસલાથી ધોની નારાજ હતો. કોચ ગેરી કર્સ્ટન અને કેપ્ટન ધોનીએ સ્પષ્ટ રૂપે ના પાડી દીધી હતી. ત્યારે મે તેમને કહ્યંy કે તમે કોહલીને રમતો જોયો છે. આ છોકરો ટીમમાં હોવો જોઇએ. બીસીસીઆઇ પ્રમુખે શ્રીનિવાસને પણ કહ્યુંy કે કોહલી નહીં બદરીનાથની પસંદગી કરવી જોઇએ. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેમ થયું પણ, બદરીનાથ પણ પસંદ થયો સાથે કોહલી પણ શ્રીલંકાના પ્રવાસમાં પસંદ કરાયો હતો તેમ વેંગસરકરે જણાવ્યું હતું. વેંગસરકે કહ્યંy આ વાતથી નારાજ એન. શ્રીનિવાસને મુખ્ય પસંદગીકાર તરીકેનો મારો કાર્યકાળ જલ્દીથી સમાપ્ત કરી દીધો હતો. વિરાટ કોહલીએ શ્રીલંકામાં 2008માં વન ડે ડેબ્યૂ કર્યોં હતો અને 12 રન બનાવ્યા હતા. બીજા વન ડેમાં બદરીનાથે ડેબ્યૂ કર્યોં હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer