જમીનના ડખ્ખામાં બે જૂથ વચ્ચે ધિંગાણું

 
10 લાખની સ્કોર્પીયોની ઉઠાંતરી : કારમાં તોડફોડ
રાજકોટ, તા.ર6 : ડુંગરપુર ગામે વાડી સીમમાં રહેતા અનીલ ભુપત રાઠોડ નામનો કોળી યુવાન તથા તેના કાકા ચંદુભાઈ છગનભાઈ અને કાકા દિલીપભાઈ ચનાભાઈ રાઠોડ ઘર પાસે આવેલા સરકારી ખરાબાના પ્લોટમાં હતા ત્યારે ગામમાં રહેતા રાણા નાજા ગમારા, રૈયા રેવા અને મહેશ લાખા સહિતના શખસો આવ્યા હતા અને જમીન બાબતે ઝઘડો કરી કુહાડીથી હુમલો કર્યો હતો. જયારે બચાવવા વચ્ચે પડેલા ભુપત છના રાઠોડ પર પણ ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. અનીલ રાઠોડ તથા તેના પિતા ભુપતભાઈ અને કાકા દિલીપભાઈને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે સામાપક્ષે હુમલામા રૈયા રેવા ગમારા અને રાણા ગમારાને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગે પોલીસે અનીલ ભુપત રાઠોડની ફરિયાદ પરથી રાણા ગમારા, લાખા નાજા અને રૈયા રેવા વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. જયારે સામાપક્ષે રૈયા રૈવા ગમારાની ફરિયાદ પરથી ભુપત ચના રાઠોડ, દિલીપ ચના રાઠોડ, ભરત કુળજી રાઠોડ અને અનીલ ભુપત રાઠોડ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. ગામમાં આવેલી સરકારી ખરાબાની જમીન વાળવા બાબતે બંને જુથ વચ્ચે મારામારી થઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
કાર : રણછોડનગર શેરી નં.10માં ભીમા લુણાગરીયાની શેરીમાં રહેતા મયુરસિંહ ગુણુભા જાડેજા નામના યુવાને ઘર પાસે પાર્ક કરેલી રૂ.10 લાખની કિંમતની સ્કોર્પીયા કાર તસ્કરો ઉઠાવી ગયાની અને પડોશમાં રહેતા કરણ શાહની સ્કોર્પીયોમાં તોડફોડ કરી રૂ.ર0 હજારની કિંમતની સાઉન્ડ સીસ્ટમની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer