ગુજરાતમાં 1379 વેપારી અને લોકોની ધરપકડ

 જામનગરમાં ચારથી વધુ લોકોને એકત્ર કરનાર 5 વેપારીની ધરપકડ: 35ની અટકાયત: ટંકારા તાલુકામાં પાંચ દુકાનદારની અટકાયત: મોડાસામાં 30 શ્રમિકની અટકાયત
અમદાવાદ/રાજકોટ, તા. 26: કોરોનાના પગલે કરાયેલા  લોકડાઉન અને ચારથી વધુ લોકોને એકત્ર નહી થવા અંગેના જાહેરનામાનો ભંગ કરવા અને ક્વોરન્ટાઇન કરેલ વ્યકિતઓ દ્વારા કરાયેલા કાયદાના ભંગ સબબ કુલ 1379 લોકોની અટકાયત કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરવા અંગે 740 લોકો ક્વોરન્ટાઇન કરેલ વ્યકિતઓ દ્વારા કાયદાનો ભંગ કરવા અંગે 298  મળી આજ દિવસ સુધીમાં કુલ 1038 જેટલા ગુના નોંધાયા છે. જેમાં કુલ 1379 લોકોની અટકાયત કરવામાં આવી છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં ચા,પાન અને ફરસાણની દુકાનો ખુલ્લી રાખી
 અને કામ વગર ઘરની બહાર નિકળનાર મહિલા સહિત 23 સામે ગુના નોંધાયા હતાં. કુલ 16થી વધુ ગુના નોંધવામાં આવ્યા હતાં.
જામનગર: જામનગરમાં જાહેરનામાનો ભંગ કરીને દુકાનો ખુલ્લી રાખનાર સોડા, કાપડ સહિતના પાંચ વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. જયારે 35 શખસની અટકાયત કરવામાં આવી હતી.
ટંકારા: ટંકારા તાલુકાના હડમતિયા, નેકનામ, રોહીશાળા ગામમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાન ખુલ્લી રાખનાર પાંચ વેપારીની અટકાયત કરવામાં આવી હતી.
મોડાસા: મોડાસામાં 30 જેટલા શ્રમિકની અટકાયત કરવામાં આવી હતી. આ શ્રમિકો ભારવાહક રિક્ષામાં સુરતથી તેમના વતન રાજસ્થાન જઇ રહ્યા હતાં ત્યારે મોડાસા પાસે  રિક્ષા અટકાવીને શ્રમિકોની અટકાયત કરવામાં આવી હતી. આ શ્રમિકોને 21 દિવસ સુધી અટકાયતમાં રાખવા કલેકટરે હુકમ કર્યો હતો.
શાપુર: વંથલીમાં જાહેરનામાનો ભંગ કરનાર બાઇકચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પીએસઆઇ ચૌહાણ અને તેની ટીમે 12 બાઇક ડિટેઇન કર્યા હતાં.
મોરબી: મોરબી શહેર, ટંકારા, વાંકાનેરમાં ચારથી વધુ લોકો એકત્ર થતાં અને દુકાનો ખુલ્લી રાખનાર 17 વ્યકિતની અટકાયત કરીને જાહેરનામાના ભંગની કાર્યવાહી કરાઇ હતી.
વેરાવળ: વેરાવળમાં પાન એન્ડ કોલ્ડ્રીંકસની દુકાન ખુલી રાખીને જાહેરનામાનો ભંગ કરનાર વેપારી સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.
દ્વારકા: દ્વારકા જિલ્લામાં સલાયામાં સ્કૂલના ગ્રાઉન્ડ પાસે  લોકોનું ટોળુ એકત્ર થયું હતું. આ ટોળા પૈકીના  14 લોકો સામે જાહેરનામાના ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગારીયાધાર:  ગારીયાધારમાં પાનની દુકાન ચાલુ રાખનાર બે વેપારીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે જાહેરનામાના ભંગની કાર્યવાહી કરાઇ હતી.
��ધતિથી લડવું જરૂરી બની ગયું છે. 
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer