રેલવે વેન્ટીલેટર્સનું ઉત્પાદન કરશે, ટ્રેનોને આઈસોલેશન વોર્ડમાં ફેરવશે

રેલવે વેન્ટીલેટર્સનું ઉત્પાદન કરશે, ટ્રેનોને આઈસોલેશન વોર્ડમાં ફેરવશે
નવી દિલ્હી, તા.26: કોવિડ-19 સામેની લાંબી લડત માટે સરકાર સજ્જ  થતી રહી છે, બીજી તરફ રેલવે તંત્રના એજન્ડામાં ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારો માટે ટ્રેનોમાં આઈસોલેશન વોર્ડ ઉભા કરવા અને તેની ફેકટરીઓમાં વેન્ટીલેટર્સ-ઉત્પાદન ટોચના ક્રમે છે. કપુરથલામાંની રેઈલ કોચ ફેકટરી (આરસીએફ)ને તેની પાસેના એલએચબી કોચીસને આઈસોલેશન વોર્ડમાં ફેરવવાની જવાબદારી સોપાઈ છે, તે ચેન્નાઈમાંની ઈન્ટેગ્રલ કોચ ફેકટરી વેન્ટીલેટર્સના ઉત્પાદનના પ્રયાસમાં લાગી ગઈ છે.
રેલવે મંત્રી પિયુષ ગોયલ અને રેલવે બોર્ડ ચેરમેન વીકે યાદવે વીડિયો કોન્ફરન્સથી તંત્રના ટોચના અધિકારીઓને, સમુદાય કોવિડ-19થી સંક્રમિત થાય તે સંજોગોને પહોંચી વળવા સજ્જ  થવા તાકીદ કરતા જણાવ્યુ હતું કે તે સ્થિતિમાં દેશભરમાં, ખાસ કરી ગ્રામીણ/અંતરિયાળ વિસ્તારોમાં હેલ્થકેર સુવિધાઓ સઘન બનાવવાની રહેશે. આરસીએફ શરૂમાં નોન-એસી એલએચબી કોચને આઈસોલેશનમાં ફેરવી પ્રોટોટાઈપ બનાવશે એક વાર ડિઝાઈન તૈયાર થયે રેઈક (આખી ટ્રેન)ને આઈસેલેશનમ વોર્ડ બનાવવી અઘરુ નહીં રહે. લોકડાઉનના કારણે કોચીસ હાલ બિનઉપયોગી બની રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer