કોઈ જ અછત સર્જાવાની નથી...

કોઈ જ અછત સર્જાવાની નથી...
દેશમાં 1પ એપ્રિલ સુધીનાં લોકડાઉન દરમિયાન જીવનજરૂરી કોઈપણ ચીજની અછત સર્જાશે નહીં તેવી વારંવારની સરકારી ખાતરીઓ છતાં પણ લોકો હજી પણ અફવા અને ભયથી દોરવાઈને સંગ્રહ કરી રહ્યા છે ત્યારે આમાં થોડી રાહત આપે તેવી જાણકારી...
સરકારી ઓઈલ અને ગેસ કંપની ઈન્ડિયન ઓઈલે ખાતરી આપી છે કે ગેસનાં બાટલાની કોઈ તંગી ઉભી થવા દેવાશે નહીં અને જરૂરિયાતને પહોંચી વળવા ઉત્પાદન પણ વધારી દેવાયું છે. ગેસનાં બાટલાની ડિલિવરી પણ યથાવત જારી રહેશે.
ફ્લિપકાર્ટ દ્વારા જરૂરી સામાનનાં પુરવઠા માટે પોતાની સેવાઓ ફરીથી શરૂ કરી દીધી છે. જેના પગલે સ્થિતિ વધુ સરળ બને તેવા પુરા સ‘કેતો દેખાઈ રહયા છે.
બિગ બજાર દ્વારા પણ જીવનજરૂરી ચીજોની હોમ ડિલિવરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
એમેઝોને પણ જીવનજરૂરી ચીજોની ડિલિવરી સેવા શરૂ કરવા માટે પ્રશાસન સાથે વાટાઘાટ શરૂ કરી દીધી છે.
બિસ્કિટ, દૂધ પાઉડર અને ચીઝ જેવી ખાદ્યસામગ્રીની કટોકટી પણ નહીં થાય કારણ કે માલગાડી મારફત તેની સપ્લાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે.
હિન્દુસ્તાન યુનિલીવર, ગોદરેજ સહિતની એફએમસીજી કંપનીઓ દ્વારા પણ પોતાના ઉત્પાદનોની કિંમતમાં ઘટાડા કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત મોટાભાગનાં શહેરોમાં સ્થાનિક દુકાનદારોએ પણ હોમ ડિલિવરીની સવલતો પણ આપવા માંડી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer