નવલખી બંદરે ચીની ક્રૂ મેમ્બર્સ સાથે બે શીપ આવતા ફફડાટ

નવલખી બંદરે ચીની ક્રૂ મેમ્બર્સ સાથે બે શીપ આવતા ફફડાટ
  ક્રુ મેમ્બર અને કર્મચારીઓને શિપ છોડી જવાની મનાઇ
મોરબી, તા.25 : સમગ્ર મોરબી જીલ્લા સહિત દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના નવલખી બંદરે ચીન અને ઇન્ડોનેશિયાથી કોલસા ભરેલી બે શીપ આવી પહોંચી હતી જેમાં ચીની ક્રુ મેમ્બરો હોવાથી ભયનો માહોલ સર્જાયો છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી બંદરે ચીન અને ઇન્ડોનેશિયાથી કોલસાની બે શીપ આવી હોય જેમાં ચીની કૃ મેમ્બરો હોવાથી કોરોના હાહાકાર મચી ગયો હતો અને ચીની ક્રુ મેમ્બર સાથેનું શીપ આવતા નવલખી બંદરે કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ છવાયો હતો જોકે આ અંગે પોસ્ટના હેલ્થ ઓફિસર સુનીલ પ્રજાપતિનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે ચીનથી આવેલા શીપ 14 દિવસ પહેલા નીકળ્યા હોય તેને જ પ્રવેશ અપાય છે તેમજ આંતરરાષ્ટ્રીય જળસીમા પૂર્ણ થયા બાદ બંદરે શીપ પહોંચે તેના 72 કલાક પૂર્વે કર્મચારીઓના અને તમામ ક્રુ મેમ્બરના ટેમ્પરેચરની તપાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ જ શિપને નવલખી બંદરે આવવાની પરવાનગી આપવામાં આવી છે 
એટલું જ નહિ પરંતુ શીપમાં આવતા ક્રુ મેમ્બરો અને કર્મચારીઓને પણ શીપ છોડીને બહાર જવાની મનાઈ ફરમાવી છે
જેથી ગભરાવવાની કોઈ જરૂરત નથી અને બંદરના અધિકારીઓ તકેદારીના તમામ પગલા લઇ રહ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer