27 વર્ષ બાદ રામલલ્લા અસ્થાયી મંદિરમાંથી વૈકલ્પિક ગર્ભગૃહમાં સ્થાપિત

27 વર્ષ બાદ રામલલ્લા અસ્થાયી મંદિરમાંથી વૈકલ્પિક ગર્ભગૃહમાં સ્થાપિત
નવીદિલ્હી, તા.2પ: રામ જન્મભૂમિ અયોધ્યામાં આજે ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં ભગવાન શ્રી રામલલ્લાને અસ્થાયી મંદિરમાંથી વૈકલ્પિક મંદિરનાં ગર્ભગૃહમાં સિંહાસન ઉપર બિરાજમાન કરી દેવામાં આવ્યા છે. 27 વર્ષ, ત્રણ માસ અને 20 દિવસનાં લાંબા ‘વનવાસ’ બાદ ભગવાન શ્રીરામને નવા બુલેટપ્રૂફ અસ્થાયી ઢાંચામાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
આજે વહેલી સવારે ચાર કલાકે ભગવાનને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. દેશમાં એકતરફ કોરોના પ્રકોપનાં કારણે લોકડાઉન છે ત્યારે આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સંતો-મહંતોની પાવક ઉપસ્થિતિમાં ભગવાનને સિંહાસન ઉપર બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલ્લાની પૂજા અને આરતીમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, ભગવાન રામનાં મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. જલ્દી અયોધ્યામાં ભવ્ય રામમંદિર તૈયાર થશે. તેમણે 11 લાખ રૂપિયાનો ચેક આપીને રાજ્ય સરકારનું યોગદાન પણ જાહેર કર્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer