પાટણ ગામે કંપનીમાં ઘૂસી તોડફોડ કરી સિક્યુરિટી ગાર્ડ પર હુમલો : ત્રણ શખસ ઝડપાયા : એક ફરાર

જામનગર, તા.રપ : જામજોધપુર તાબેના પાટણ ગામે આવેલી વિન્ડફાર્મ કંપનીના વિસ્તારમાં ઘૂસી ચાર શખસોએ બે સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી કંપનીમાં તોડફોડ કરી રૂ.4 લાખનું નુકસાન કરી ચારેય હુમલાખોરો નાસી છૂટયા હતા. આ અંગે પોલીસે સિક્યુરિટી ગાર્ડ મુળુભાઈ પોપટભાઈ ઓડેદરાની ફરિયાદ પરથી ચારેય શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે એભા માલદે ઓડેદરા, વિનુ લક્ષ્મણ અને લાખા માલદે ઓડેદરાની ધરપકડ કરી હતી. જ્યારે ભીમા સોમા ટાલિયા નામનો શખસ ફરાર થઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હુમલાખોરોને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી જોઈતી હતી અને તે નહીં મળતા તેમજ કોન્ટ્રાકટ નહીં મળતા હુમલો કર્યાનું ખૂલ્યું હતુ.
 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer