રૂ.13.પ8 લાખનું ડીઝલ-પેટ્રોલ અને 300 મણ કપાસ લઈ ઠગાઈ કરનાર ત્રિપુટી સામે ફરિયાદ

વઢવાણ, તા.રપ : સાયલાના સુદામડા ગામે રહેતા દનકુભાઈ લધુભાઈ ખવડે વાટાવરા ગામે રહેતા રાયધન મનજી ગાબુ, સાજીદ નવઘણ ગાબુ અને મનીષ ગાબુ નામના ત્રણેય શખસોએ રૂ.13.પ8 લાખની કિંમતનું ડીઝલ-પેટ્રોલ અને 300 મણ કપાસ લઈ લીધા બાદ ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવતા સાયલા પોલીસે ત્રણેય શખસો વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં દનકુભાઈ ખવડ પાસેથી ત્રણેય શખસોએ ત્રણ માસ દરમિયાન ઉધારીમાં પેટ્રોલ-ડીઝલ ખરીદ્યંy હતું અને 300 મણ કપાસ લઈ લીધા બાદ નાણા નહી ચુકવી ફરાર થઈ જતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.પોલીસે ત્રણેય શખસોની શોધખોળ શરૂ કરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer