કોરોના સામે જંગમાં મોડું થયું: કોંગ્રેસ

કોરોના સામે જંગમાં મોડું થયું: કોંગ્રેસ
મોદી સરકાર પર લાપરવાહીના આરોપ
નવી દિલ્હી, તા. 25 : કોરોના વાયરસ સામેની લડાઈ વચ્ચે કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર લાપરવાહીનો મોટો આક્ષેપ કરી નાખ્યો છે. કોંગ્રેસે બુધવારે ટ્વિટર પરથી અનેક સવાલો ઊઠાવતાં એવો આરોપ મૂક્યો હતો કે, મોદી સરકારે કોરોના વાયરસના મામલે પગલાં લેવામાં વિલંબ કર્યો છે. ભાજપની સરકારે ઘાતક વાયરસ સામે લડવામાં મોડું કરી નાખતાં દેશની સામે મોટી આર્થિક સમસ્યા સર્જાઈ છે. આશા છે કે, આ ભૂલ બીજીવાર નહીં થાય, તેવું કોંગ્રેસે આક્ષેપોનો મારો ચલાવતાં કહ્યંy હતું. કોંગ્રેસે મોદી સરકારને ન્યાય યોજના જેવી કોઈ પહેલ હાથ ધરવાનું સૂચન કરતાં લોકોને સીધી આર્થિક મદદ પહોંચાડવા પણ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer