અશ્વિને માંકડિંગ રનઆઉટ દ્વારા લોકડાઉનની શિખ આપી

અશ્વિને માંકડિંગ રનઆઉટ દ્વારા લોકડાઉનની શિખ આપી
નવી દિલ્હી, તા.2પ: આઇપીએલમાં ગયા વર્ષે ઓફ સ્પિનર અને કિંગ્સ ઇલેવનના કપ્તાન રવિચંદ્રન અશ્વિને રાજસ્થાન રોયલ્સના ઇંગ્લિશ બેટ્સમેન જોશ બટલરને માંકડિંગ સ્ટાઇલથી રન આઉટ કર્યો હતો. અશ્વિને એ ઘટનાને યાદ કરીને આજે ટ્વિટ કર્યું છે. એ ઘટનાનાં માધ્યમથી અશ્વિને હળવા અંદાજમાં લોકોને લોકડાઉન દરમિયાન ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. અશ્વિને ટ્વિટ કર્યું છે કે, હા હા હા કોઈએ મને આ મોકલ્યું કે આજના જ દિવસે એક વર્ષ પહેલા આ રન આઉટ થયો હતો. દેશમાં લોકડાઉન છે. નાગરિકોને એ યાદ આપવાની આ સારી રીત છે. બહાર ન નીકળો. અંદર રહો સુરક્ષિત રહો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આઇપીએલની ગત સિઝનમાં અશ્વિન જ્યારે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે બટલર દડો ફેંકાય પહેલા ક્રિઝની બહાર નીકળી ગયો હતો. આથી અશ્વિને તેને રન આઉટ કર્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer