ડુંગળીની કિંમતમાં વધારો થતાં હોલસેલ ફુગાવો 3.1%

ડુંગળીની કિંમતમાં વધારો થતાં હોલસેલ ફુગાવો 3.1%
નવી દિલ્હી, તા. 14 : હોલસેલ કિંમતો પર આધારિત ડબલ્યુપીઆઈ ફુગાવાનો દર જાન્યુઆરી 2020માં 3.1 ટકા થયો છે. જે ગયા મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં 2.59 ટકા હતો. ડબલ્યુપીઆઈ ફુગાવો જાન્યુઆરી મહિનામાં વધીને 3.1 ટકા થયો છે. ડુંગળી અને બટાકા જેવી જરૂરી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થવાના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે. એક વર્ષ પહેલા આ મહિનામાં જ 2.76 ટકા સુધીનો આંકડો રહ્યો હતો. માસિક આધાર પર હોલસેલ ઇન્ડેક્સ પર આધારિત વાર્ષિક ફુગાવો એક વર્ષ પહેલા આજ મહિનામાં 2.76 ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે આ ગાળા દરમિયાન બિનખાદ્ય વસ્તુઓની કિંમતમાં વધારો ડિસેમ્બરના 2.32 ટકાથી આશરે ત્રણ ગણો વધીને 7.8 ટકા થઇ ગયો છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer