ગારિયાધારમાંથી ચોરાઉ બાઈક સાથે પાંચ શખસ ઝડપાયા : 4 ગુનાના ભેદ ઉકેલાયા

ગારિયાધારમાંથી ચોરાઉ બાઈક સાથે પાંચ શખસ ઝડપાયા : 4 ગુનાના ભેદ ઉકેલાયા
ગારિયાધાર, તા.14 : સાવરકુંડલાના નુરાનીનગરમાં રહેતા આબીદ દાઉદ બાવળીયા નામના શખસને ગારીયાધાર પોલીસે ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા બાદ રિમાન્ડ પર લેતા અન્ય ચાર સાગરીતોના નામ ખુલ્યા હતા. પોલીસે સાવરકુંડલામા હવેલી ચોકમાં રહેતા વસીમ ઉર્ફે કાલી સલીમ સેલોત, સાવરકુંડલાના સંધી ચોકમાં સુતારવાડી પાસે રહેતા આસીફ ઉર્ફે ઢીંગલી કાળુ જાખરા, સાવરકુંડલાના સફીક ઉર્ફે શેઠ રફીક ચૌહાણ અને સાવરકુંડલાના આઝાદ ચોકમાં રહેતા શાહનવાજ અસરફ પોપટીયાને ઝડપી લીધા હતા અને એક બાઈક કબજે કર્યું હતું તેમજ સાવરકુંડલામાંથી ચાર બાઈકની ઉઠાંતરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer