ચીન ઉપર નિર્ભરતા ઘટાડે પાકિસ્તાન: IMF

ચીન ઉપર નિર્ભરતા ઘટાડે પાકિસ્તાન: IMF
નબળા આર્થિક માહોલમાં ભારતનાં અભિગમને યોગ્ય ગણાવ્યો
નવીદિલ્હી, તા.14: ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા પાકિસ્તાનને વ્યાપાર-વાણિજ્ય માટે ચીન ઉપર પોતાને નિર્ભરતા ઘટાડવા કહ્યું છે અને આ સાથે જ મુક્ત વ્યાપાર કરારો કરીને અન્ય આંતરરાષ્ટ્રીય વિકલ્પો વિશે વિચારવા માટે પણ કહ્યું છે. તો બીજીબાજુ નબળા આર્થિક માહોલમાં ભારતનાં ઉદાર રાજકોષીય રૂખને યોગ્ય ગણાવતા મધ્યમગાળા માટે રાજકોષીય મજબૂતીકરણનાં પગલાં લેવા માટે પણ કહ્યું છે, કારણ કે કરજ વધી રહ્યું છે.
ભારતની આર્થિક સ્થિતિ આઈએમએફનાં અગાઉનાં અનુમાન કરતાં નબળી છે ત્યારે આઈએમએફનાં કોમ્યુનિકેશન ડિરેક્ટર ગેરી રાઇસે બજેટમાં ભારત દ્વારા અપનાવવામાં આવેલા રાજકોષીય ખાધનાં ઉદાર વલણને વાજબી ગણાવ્યું છે. જો કે તેની સામે ભારતમાં માળખાગત અને નાણાકીય ક્ષેત્રમાં સુધારાલક્ષી પગલાઓ વધુ વેગવાન બનાવવાની જરૂરિયાત પણ દેખાડી હતી.
બીજીબાજુ કંગાળ હાલતમાં આવી ગયેલા પાકિસ્તાનમાં પોતાનાં પ્રતિનિધિમંડળનું રોકાણ વધારીને મતભેદો ઉકેલવા પ્રયાસ કરતાં આઈએમએફ દ્વારા પાકિસ્તાનને તેની મહેસૂલી આવક વધારવા કહેવામાં આવ્યું છે. તો સામે પક્ષે પાકિસ્તાન તેની મહેસૂલી આવકનું લક્ષ્યાંક પ238 અબજ પાકિસ્તાની રૂપિયાથી ઘટાડવા માટે વિનવણી કરી રહ્યું છે. આ મુદ્દે બન્ને પક્ષે મડાગાંઠ છે અને આઈએમએફ તરફથી પાક.ને સ્પષ્ટ શબ્દોમાં ચીન ઉપર તેની નિર્ભરતા ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે.
 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer