એપ્રિલથી BS-6 અનિવાર્ય

એપ્રિલથી BS-6 અનિવાર્ય
સુપ્રીમનો રાહત આપવાનો ઈનકાર
નવી દિલ્હી, તા. 14 : સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ (એફએડીએ)ની અરજીને ફગાવતા ફરી એક વખત કહ્યું છે કે દેશમાં બીએસ-4 વાહનનું વેચાણ 31 માર્ચ સુધી જ થઈ શકશે. કંપનીઓએ એપ્રિલના અંત સુધી બીએસ-4 વાહનો વેંચવાની મંજૂરી માગી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ તરફથી 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવે તો સ્ટોકમાં રહેલા બીએસ-4 વાહન વેંચી શકાશે. જો કે સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.  સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આગામી એક એપ્રિલથી બીએસ-6 અનિવાર્ય છે.
સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2018મા ચુકાદો આપ્યો હતો કે 31 માર્ચ 2020 બાદ બીએસ4 વાહનોના રજીસ્ટ્રેશન અને વેંચાણ ઉપર રોક લાગશે. આ આદેશ સામે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સે (એફએડીએ) અરજી દાખલ કરી હતી અને સમયમર્યાદા એક મહિનો લંબાવવા માટેની માગણી કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer